Editorial

370ની સફળતાથી પાકને ચિંતાઃ તકેદારી રાખવી પડશે

By GS Team
10 Sep 20193 mins read
This article was originally published on 10 Sep 2019
370ની સફળતાથી પાકને ચિંતાઃ તકેદારી રાખવી પડશે

જમ્મુ-કાશ્મીરના મુદે હવેના કેટલાક મહિના સરકાર માટે કટોકટી ભર્યા જવાના છે એમ કહી શકાય. ૩૭૦મી કલમ હટાવી તો દીધી પણ તેના પગલે કાશ્મીર અશાંત ના થાય તેનું પરુતું ધ્યાન આપવું પડશે. ૩૭૦ હટાવી તેનો વિરોધ કરવા વિપક્ષો એક ના થઇ શક્યા. ૭૦ વર્ષથી જે મુદ્દો અકળાવતો હતો તેને કલાકોમાંજ દુર કરી નખાયો હતો. પ્રજાએ પગલાંને આવકાર્યું હતું પરંતુ પ્રજાને એટલી ખબર પડી ગઇ હતી કે આપણા ટેક્ષના પાસે ભાગલાવાદીઓ લહેર કરતા હતા અને આપણા પૈસેજ આપણા સૈનિકો મરતા હતા. કાશ્મીરમાંનો હિંસાચાર ૩૭૦ હટે તોજ દુર કરી શકાય એમ પણ સૌ જાણતા થઇ ગયા હતા. 

એટલેજ ૩૭૦ દુર કરવા માટે મોદી સરકારને ટેકો મળી રહ્યો છે. હવે૩૭૦ દુર કર્યાને એક મહિનો થઇ ગયો છે. કાશ્મીરમાં શાંતિ પ્રવર્તે છે તે પણ હકીકત છે. સરકાર વિરોધનો સામનો કરવા તૈયાર હતી પણ કોઇ વિરોધ થયો નહોતો. પાકિસ્તાને વિવિધ સ્તરે વિરોધ નોંધાવવાનો પ્રયાસ કર્યો છે પણ તેને કોઇ સફળતા મળી નહોતી. કાશ્મીરમાં ૩૭૦ દુર કરવા અંગે કોઇ વિરોધ ના થાય તે જોઇને પાકિસ્તાન પણ અચંબામાં પરિણમ્યું છે.પાકિસ્તાન કોેઇ પણ રીતે કાશ્મીરને ડામાડોળ કરવા માંગે છે જેથી તે વિશ્વના દેશોને કહી શકે કે કાશ્મીરમાં ભારતનું લશ્કર અત્યાચાર ગુજારી રહ્યું છે. 

યુએઇ,સાઉદી અરેબીયા,સહિતના ઇસ્લામીક દેશોએ પણ ૩૭૦ ના કેસમાં પાકિસ્તાનને સાથ નથી આપ્યેા. જ્યારે કાશ્મીરમાંથી કરફ્યું ઉઠાવાયો ત્યારે તોફાનની દહેશત હતી પરંતુ એક કાંકરો પણ પડયો નહોતો. 

આ મહિનાના અંતે સમયુક્ત રાષ્ટ્ર સઘની સામાન્ય સભા  મળશે ત્યારે પાકિસ્તાન તેમાં કાશ્મીર વિરુધ્ધ રાગ છોડવા પ્રયાસ કરશે. ત્યારે કાશ્મીરની સ્થિતિની પણ સમિક્ષા કરાશે. આ સમય દરમ્યાન કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસ કરાશે.  

૩૭૦ દુર કરાયા પછી કાશ્મીરનો નાગરિક છૂટથી ફરી શકે છે અને  નાગરિક હકો ભોગવે છે કે કેમ તે પર સૌની નજર છે. પાકિસ્તાનમાં રહેતા ભાગલાવાદીઓના સમર્થકો અને શ્રીનગરના સ્લીપર યુનિટો કાઇ ભાંગફોડનો પ્લાન બનાવી શકે છે. કાશ્મીરમાં  તોફાનીઓ તેમની મેલી મૂરાદ પુરી કરવાના પ્રયાસો કરશે માટે અમિત શાહે સજાગ રહેવું પડશે. કાશ્મીરને લાંબા સમય સુધી કરફ્યુ હેઠળ ના રાખવું જોઇએ. આ મહિનાના મધ્યભાગ સુધીમાં કાશ્મીરમાં તમામ મુક્તિ સાથે શાંતિ સ્થપાય તો પાકિસ્તાનની રજૂઆતોને કોઇ નહીં સાંભળે.

સત્યપાલ મલિકનો વિકલ્પ શોધાય છે..
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકનો યોગ્ય વિકલ્પ શોધાઇ રહ્યો છે. જ્મ્મુ-કાશ્મીરના લેફ્ટનન ગવર્નર તરીકે તેમણે સફળ કામગીરી કરી છે. સરકારે જમ્મુ કાશમીરમાં લીધેલા પગલાં સમયે તેમણે અસરકારક કામગીરી બતાવી હતી. પરંતુ હવેની પરિસ્થિતિ સંભાળવા કોઇ સ્પેશાયાલીસ્ટની જરુર પડે છે. આમ તો, જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ તેમજ કેન્દ્રીય પ્રધાન જગમોહન પર નજર ઠરે એમ છે પરંતુ તે ૯૦ વર્ષના છે,પથારી વશ છે અને ટેકા વિના ચાલી શકતા નથી. કેટલાક મહિના પહેલાં 

તે નિયમિત લાયબ્રેરીમાં જતા હતા પરંતુ તેમની ઉંમરે તેમને સાથ આપ્યો નહોતો. તાજેતરમાં ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના  પ્રમુખ જે.પી.નડ્ડા જગમોહનને તેમના ઘેર મળવા ગયા હતા અને ખબર પૂછી હતી.  જમ્મુ-કાશ્મીરની તમામ ગતિવિધીથી જગમોહન માહિતગાર હતા. આ વિવાદાસ્પદ રાજ્યનો ઇતિહાસ પણ તે જાણતા હતા. વડાપ્રધાન મોદી જેવાજ વિચાર  જગમોહનના હતા. સરકારને હવે વહિવટી નિષ્ણાત રાજ્યપાલની જરુર છે. મલિકના વિકલ્પની શોધ ચાલુ છે.

દંભી ચિદમ્બરમ
રાજકારણીઓ કેવા દંભી હોય છે તે જોવું હોય તો ચિદમ્બરમને સાંભળવા જોઇએ. જ્યારે આ માણસને તિહાડ જેલમાં લઇ જવાતો હતો ત્યારે તેણે પોતાની વિચિત્ર સ્થિતિ અંગે વિચારવું જોઇએ તેના બદલે તે દેશની આર્થિક સ્થિતિ અને પાંચ ટકા ગ્રોથ વિશેે વિચારતા હતા. તેમણે દેશના પાંચ ટકા ગ્રોથની પડી હતી. જ્યારે તે જેલમાંથી છૂટવા અને તિહાડમાં નહીં જવા માટે હવાતીયાં મારતા હતા ત્યારે તેમને જીડીપી ગ્રોથ યાદ નહોતો આવ્યો. ત્યારે તે કહેતા હતા કે હું ૭૩ વર્ષનો છું અને મને જેલમા મોકલવાના બદલે હાઉસ એરેસ્ટ હેઠળ રાખો. ૨૦૧૩માં જ્યારે જીડીપી પાંચ ટકા હતો ત્યારે ચિદમ્બરમ્ એમ કહેતા હતા કે અન્ય દેશોમાં પણ પાંચ ટકા છે.