mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ચૂંટણી જંગમાં મહિલા ઉમેદવારો સામે સેક્સી રીમાર્કનો સીલસીલો

Updated: May 22nd, 2024

ચૂંટણી જંગમાં મહિલા ઉમેદવારો સામે સેક્સી રીમાર્કનો સીલસીલો 1 - image


- હેમામાલીની,કંગના રનૌત,જયાપ્રદા

- ઇનસાઇડ સ્ટોરી

- કોંગ્રેસના દિગ્વિજય સિંહે સાંસદ મિનાક્ષી નટરાજનને સો ટકા ટચનો માલ કહ્યું હતું

જે રીતે લોકસભાના ચૂંટણી જંગ દરમ્યાન મહિલા ઉમેદવારો અને  મહિલા કાર્યકરોના અપમાન થઇ રહ્યા છે તે જોતાં એમ લાગે છે કે મહિલાઓ રાજકીય જંગથી દુર રહે છે તેની પાછળના અનેક કારણો છે. બહુ બોલકા અને બહુ ભારાડી વક્તા અસઉદ્દીન ઓવૈસીની સામે ઉભેલા ભાજપના ઉમેદવાર માધવી લતાનું ચૂંટણી પ્રચાર દરમ્યાન અનેક વાર અપમાન થયું છે. ઓવૈસી માટે માધવી લતાએ મોટો પડકાર ઉભો કરતાં તે શીયાંવીયાં થઇ ગયા છે. ઓવૈસી, આઝમ ખાન, સુરજેવાલ, દિગ્વિજય સિંહ વગેરે મહિલાઓનું અપમાન કરવાની ટેન્ડન્સી ધરાવે છે. દાંત નહોર વિનાના ચૂંટણી પંચનો તે ભરપુર ફાયદો ઉઠાવે છે. માધવી લતા પ્રચાર માટે કેટલાક વિસ્તારોમાં જાય છે ત્યાં તેમને ઘેરી લઇને ઓવૈસીના સમર્થકો ગાળાગાળી કરતા હોય છે. મહિલાઓએ ચૂંટણીમાં મહિલા સન્માનની વાત ભૂલી એટલા માટે જવી જોઇએ કે મશ્કરી કરતાં રાજકારણીઓ સામે કોઇ કડક પગલાં ભરાતા નથી.

ઓવૈસીને તેમની કોમના પ્રિય નેતા કહી શકાય. તેમની સામે જ્યારે માધવી લતાને ઉમેદવાર બનાવાયા ત્યારે તેમને જણાવાયું હશે કે તમારે ઓવૈસી સામે લડવાનું છે. જ્યારે કોઇ મહિલા સામે ઓવૈસી હારશે ત્યારે તે ભલે હેડલાઇન્સમાં ચમકશે પરંતુ ત્યાં સુધી માધવી લતાને રોજ અપમાન સહન કરવાનું આવશે. હેમામાલીની અને કંગના રનૌત જેવા ઉમેદવારોની સતત ફરિયાદ રહી છે કે પ્રચાર વખતે દુર ઉભેલા લોકો અમને ગંદા ઇશારા કરીને હૂરીયો બોલાવતા હોય છે. વર્તમાન લોકસભાના જંગની શરૂઆતમાંજ હેમા માલિની સામે સેક્સી રીમાર્ક કરીને કોંગી નેતા સૂરજેવાલ ફસાયા હતા. સૂરજેવાલ તેમની જબાન કાબુમાં રાખી શક્યા નહોતા અને હેમામાલિની પણ તેમની સામે પગલાં લેવાના મૂડમાં હતા. એક સમયે લાલુપ્રસાદ યાદવે ચૂંટણી ભાષણમાં લીસા  રોડને હેમામાલીનીના લીસા ગાલ સાથે સરખાવ્યા હતા. સિનિયર રાજકરાણીઓ જ્યારે બેફામ હોય છે ત્યારે તેમના હાથ નીચેેના નેતાઓ પણ   બોલવામાં રફનેસ બતાવતા હોય છે. મહિલા રાજકારણીઓ માટે રાજકારણ બહુ આસાન નથી.

કુટુંબમાં કોઇ રાજકારણમાં હોય તો તેમના ટેકાથી આગળ આવી શકાય છે અથવા તો સેલિબ્રીટી સ્ટેટસ ઘરાવતી મહિલાને રાજકરણમાં ચાન્સ છે. જોકે જયાપ્રદાના કેસમાં તો તે વાત પણ ખોટી પડી હતી. ૨૦૧૯માં ઉત્તરપ્રદેશની રામપુર બેઠક પરથી સમાજવાદી પક્ષના આઝમખાન સામે ભાજપ તરફથી ઉભેલા અભિનેત્રી જયાપ્રદા વિશે આઝમ ખાને કહ્યું હતું કે તે અંદર ખાખી ચડ્ડી પહેરે છે. આઝમખાનના નિવેદન સામે બહુ મોટો હોબાળો મચ્યો હતો. જોકે આઝમખાન એમ કહીને છટકી ગયા હતા કે મેં જયાપ્રદાનું નામ ક્યાંય લીધું નથી. જયાપ્રદા રજૂઆત કરતાં રડી પડતાં હતા.

કર્ણાટકના વિધાનસભ્યે શમનૂરશિવાશનકરપ્પાએ ભાજપના ઉમેદવાર ગાયત્રી સિધ્ધેશ્વરાને તું તો  રાજકારણમાં નહીં પણ રસોઇ માટે ચાલે. ચૂંટણી પંચે આ કેસમાં શમનૂરનો નોટીસ ફટકારી હતી. રાજકારણમાં મોટો માથા કહી શકાય એવી દરેક મહિલાઓ સોનિયા ગાંધી, માયાવતી, મેનકા ગાંધી, સ્મૃતી ઇરાની પ્રિયંકા ગાંધી જેવા વત્તે ઓછે અંશે સેક્સી રીમાર્કનો ભોગ બનતા આવ્યા છે.  જ્યારે અભિનેત્રી ઉર્મીલા માતોેડકરને ટીકીટ અપાઇ ત્યારે ભાજપના નેતા ગોપાલ શેટ્ટીએ કહ્યું હતું કે તેનું રૂપ જોઇને ટીકીટ અપાઇ છે. કોંગ્રેસના દિગ્વિજય સિંહે સાંસદ મિનાક્ષી નટરાજનને સો ટકા ટચનો માલ કહ્યું હતું.

Gujarat