Inside Story
એક કુટુંબનું એકહથ્થુ શાસન પ્રાદેશિક પક્ષો માટે જોખમી છે
By GS Team
1 Jul 20263 mins read
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસના પતન અને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ભંગાણથી અન્ય પ્રાદેશિક પક્ષોમાં ખળભળાટ મચ્યો છે. સત્તા ગુમાવ્યા બાદ મમતાની કફોડી દશા જોઈને પ્રાદેશિક નેતાઓને પોતાની ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. હવે શરદ પવારની NCP પર પણ શિંદેની નજર હોવાનું કહેવાય છે. સંગઠનાત્મક નબળાઈ અને કુટુંબવાદ આ પક્ષોના પતનના મુખ્ય કારણો છે.
Summarized by AI; it may make mistakes. Check important info
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસના પતન અને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ભંગાણથી અન્ય પ્રાદેશિક પક્ષોમાં ખળભળાટ મચ્યો છે. સત્તા ગુમાવ્યા બાદ મમતાની કફોડી દશા જોઈને પ્રાદેશિક નેતાઓને પોતાની ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. હવે શરદ પવારની NCP પર પણ શિંદેની નજર હોવાનું કહેવાય છે. સંગઠનાત્મક નબળાઈ અને કુટુંબવાદ આ પક્ષોના પતનના મુખ્ય કારણો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- મમતા બેનરજી, ઉદ્ધવ ઠાકરેની ઉંઘ હરામ
- ઇનસાઇડ સ્ટોરી
- મમતાથી દૂર થયેલા લોકોએ ભાજપનો છેડો પકડીને સત્તાનો છાયો મેળવવા પ્રયાસ કર્યો છે
તૂટતી તૃણમૂલ કોંગ્રેસ અને તૂટતી મમતા બેનરજીની રાજકીય શાખ જોઇને અન્ય પ્રાદેશિક પક્ષોમાં સન્નાટો છે. તૃણમૂલ તૂટયા પછી ઉદ્ધવ ઠાકરેની શિવસેના તૂટી ત્યારે અન્ય પ્રાદેશિક પક્ષોએેે પોતોના પક્ષ આડે ઊંચી દીવાલ ઊભી કરીને સભ્યોનો સંપર્ક શરૂ કર્યો હતો. ઉદ્ધવની શિવસેના પછી હવે શરદ પવારની એનસીપી પર પણ શિંદેનો ડોળો હોવાનું કહેવાય છે. વચ્ચે સમાજવાદી પક્ષના સાંસદો પણ ભાજપમાં શિફ્ટ થાય તેવી અફવા ઊડી હતી.
સત્તા ગુમાવ્યા પછી મમતા બેનરજીની કફોડી દશા જોઇને પ્રાદેશિક પક્ષના દરેક નેતા ફફડી રહ્યા છે. પોતાની આવી દશા થશે તો શું થશે તે વિચાર માત્ર તેમને ઉંઘવા દેતોે નથી.સત્તાની બાજીમાં દરેકે પૈસા ભેગા કરી દીધા છે પરંતુ કાર્યકરોને સંગઠિત રાખી શક્યા નથી. એક સમય હતો કે પ્રાદેશિક પક્ષોના નેતાઓ સાથે વફાદારોની ટોળકી રહેતી હતી જ્યારે હવે પગારદાર લોકોને વફાદાર તરીકે રાખવામાં આવે છે.
પ્રદેશિક પક્ષો સંગઠનના મુદ્દે નબળા સાબિત થઇ રહયા છે. આમ આદમી પાર્ટીના છ સાંસદો ભાજપમાં શિફ્ટ થયા ત્યારે અરવિંદ કેજરીવાલના રૂદન પરથી ખ્યાલ આવ્યો હતો કે પોતે પક્ષના સંગઠનમાં રસ લેવાના બદલે અન્ય મુદ્દા પર વધુ સમય ફાળવતા હતા. પ્રાદેશિક પક્ષોની કામ કરવાની સ્ટાઇલ જુની વેપારી પેઢી સમાન હોય છે. એક કુટુંબ પક્ષ ચલાવે છે અને તેમના સાથી તરીકે વિવિધ પક્ષના બળવાખોરો હોય છે. કેટલાક અસામાજીક તત્વો પણ તકનો લાભ લઇને તેમાં જોડાયા હોય છે. આવા પક્ષો કેટલીક બેઠકો જીતીને દેશના મુખ્ય રાજકીય પક્ષોને બ્લેકમેલ કરતા આવ્યા છે. ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય જનતાદળના લાલુપ્રસાદ યાદવને મુકી શકાય. તેમણે દરેક કેન્દ્ર સરકારો સાથે જોડાણ કરીને સત્તાનો લાભ ઉઠાવ્યો હતો.
હાલમાં પણ કેન્દ્ર સરકાર પ્રદેશિક પક્ષોના ટેકાથી ચાલે છે. પ્રાદેશિક પક્ષોની ચાલ હંમેશા સત્તા તરફ રહેલી છે. વધુ રાજ્યો કબજે કરવાની વ્યૂહ રચનામાં આમ આદમી પાર્ટીએ દરેક રાજ્યના અસંતુષ્ટોને સાથે લીધા હતા. દિલ્હીમાં હાર્યા પછી પણ તેમની પાસે પંજાબ છે. પહેલો પ્રાદેશિક પક્ષ એવો હતો કે જેની પાસે બે રાજ્યો હતા. જોકે દિલ્હી ગુમાવ્યા પછી આમ આદમી પાર્ટીનું રાજકીય વર્ચસ્વ ઘટી ગયું હતું.
પ્રાદેશિક પક્ષો સાથે રહેલા લોકો બળવાખોરો અને તકવાદીઓ હોઇ સતત સત્તાની ડિમાન્ડ કર્યા કરતા હોય છે. તૃણમૂલ કોંગ્રેસની વાત અલગ છે. પક્ષ પાસે અનેક બુધ્ધિજીવીઓ હોવા છતાં મમતા કુટુંબવાદને વળગી રહ્યા હતા. પક્ષમાંના બુધ્ધિશાળીઓની સલાહ લેવાના બદલે તે અમને તેમનો ભત્રીજો મન ફાવે તેવા નિર્ણયો લેતા હતા. મમતા બેનરજી હવે વિધાનસભા કે સંસદમાં જઇ શકે તેમ નથી. તેમનો આખો પક્ષ બળવાખોરોના હાથમાં જતો રહ્યો છે.
ઉદ્ધવ ઠાકરેના શિવસેનાના તૂટેલા રાજ્યસભાનો સભ્યો મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક આપી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેનો પક્ષ તૂટતાંજ હવે ક્યા પ્રદાશિક પક્ષનો વારો આવશે તે બાબતે રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થઇ ગયો હતો. પ્રાદેશિક પક્ષો તૂટવા પાછળનું એક કારણ પક્ષ પરનું એક કુટુંબનું એક હથ્થુ શાસન પણ જવાબદાર ગણાયું છે. પ્રાદેશિક પક્ષ ચલાવવો બહુ આસાન નથી. કેમકે તેની સાથે જોડાયેલા તમામ લોકો સત્તાની આસપાસ ફરનારા હોય છે. મમતાને છોડીને ગયેલાઓ પણ સત્તાવાંચ્છુઓ હતા. તેમણે ભાજપનો છેડો પકડીને સત્તાનો છાયો મેળવવા પ્રયાસ કર્યો છે.









