Health

ગુણોનો ભંડાર છે આ દાળ, લાભ જાણી શરૂ કરી દો તેનું સેવન

By GS Team
16 Jul 20192 mins read
This article was originally published on 16 Jul 2019
ગુણોનો ભંડાર છે આ દાળ, લાભ જાણી શરૂ કરી દો તેનું સેવન

અમદાવાદ, 16 જુલાઈ 2019, મંગળવાર

મસૂરની દાળનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. આ દાળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, સોડિયમ, સલ્ફર જેવા તત્વો હોય છે. જો કે મસૂરની દાળને તામસિક ભોજન ગણવામાં આવે છે. તામસિક એટલે કે ડુંગળી, લસણ જેવા ગરમ પદાર્થમાં તેનો સમાવેશ થાય છે. જો કે આયુર્વેદમાં મસૂરની દાળને ખૂબ પૌષ્ટિક ગણાવવામાં આવી છે. તેનાથી કયા કયા લાભ થાય છે તે ચાલો જાણી લો.

કોલેસ્ટ્રોલ સ્તર ઘટાડે  

મસૂરની દાળનો ઉપયોગ કરવાથી બ્લડમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે જે શરીર માટે ખૂબ જરૂરી છે. તેમાં સોલ્યુબલ ફાઈબર વધારે પ્રમાણમાં હોય છે જેનાથી કોલેસ્ટ્રોલ શરીરની બહાર નીતળી જાય છે. 

ખીલ

ચહેરા પર ખીલ થયા હોય કે શરીર પર ફોલ્લીના કારણે નિશાન થઈ જાય તો મસૂરની દાળનો પેક તૈયાર કરી લગાવો. પેક બનાવવા માટે મસૂરની દાળ તેમજ ચોખાને પીસી લો અને તેમાં ચંદન, મુલતાની માટી તેમજ સંતરાની છાલનો પાવડર ઉમેરી પેક તૈયાર કરો. જરૂર પડે તો તેમાં કાકડીનો રસ ઉમેરી પેસ્ટને ચહેરા પર લગાવો. આ ઉપરાંત મસૂરની દાળના પાવડરમાં ઈંડાની જર્દી ઉમેરી પેસ્ટ તૈયાર કરી લો અને તેને સુકાવી એક ડબીમાં ભરી રાખો. આ પેકને રોજ રાત્રે ચહેરા પર લગાવો. 

દાંત મજબૂત થાય છે

મસૂરની દાળને બાળી અને ભસ્મ બનાવી લો. તેને રોજ દાંત પર સવાર, સાંજ લગાવો. તેનાથી દાંત મજબૂત થશે.

ફાઈબર

મસૂરની દાળમાં ફાઈબર વધારે હોય છે તેના કારણે એનર્જી ધીરે ધીરે બર્ન થાય છે અને શરીરમાં આયરનની માત્રા વધે છે. 

મસૂરની દાળનો પેક

મસૂરની દાળને પીસી લો અને 1 ચમચી પાવડરમાં 2 ચમચી કાચું દૂધ ઉમેરી હળદર સાથે તેમાં થોડું નાળિયેર તેલ ઉમેરો. હવે આ પેકને ચહેરા અને ગળા પર 5 મિનિટ રાખો.