Health

તમે પણ વધારે પડતું વિચારો છો ? તો આ રીતે થઈ જાઓ સ્ટ્રેસ ફ્રી

By GS Team
24 Feb 20202 mins read
This article was originally published on 24 Feb 2020
તમે પણ વધારે પડતું વિચારો છો ? તો આ રીતે થઈ જાઓ સ્ટ્રેસ ફ્રી

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2020, સોમવાર

આજે એવો સમય આવી ગયો છે કે દરેક માણસ તાણથી પીડિત છે. જો તમે પણ વિચારોના કારણે તાણમાં છો તો તમારે આ કામ ઝડપથી શરુ કરી દેવું જોઈએ. તેનાથી તમે ઝડપથી તાણથી મુક્તિ થઈ શકશો. સૌથી પહેલા તો તમારી જાતને ક્યારેય નબળા ન માનો. તમારી નાની સફળતા પણ યાદ રાખો અને પોતાને અભિનંદન આપો. ભલે તમારી નાની સફળતા પર ગર્વ ન કરો પરંતુ તેને યાદ કરવાથી આત્મવિશ્વાસ વધશે. ક્યારેય તમારા આત્મવિશ્વાસને નબળો ન પડવા દો.  

કોઈપણ કાર્યને ટાળવું નહીં કારણ કે આમ કરવાથી તાણને આમંત્રણ આપો છે. જો કોઈ કાર્યમાં નિષ્ફળ થાઓ તો બીજાને દોષી ન ઠેરવવા નહીં. તમારી શું ભુલ હતી તે વિચારો. ત્યારપછી તે કામને ફરીથી શરુ કરો.  જ્યારે આપણે અન્યમાં ખામી શોધવાની ટેવ પડી જાય છે ત્યારે નિષ્ફળતા અને તાણ આવે છે. ભવિષ્ય વિશે પણ વધુ ચિંતા કરશો નહીં. વર્તમાનમાં જીવવાનું શીખો. ભવિષ્યની ચિંતા કરવીએ તાણને આમંત્રણ આપવાનું પહેલું પગથિયું છે.  

આપણે ફક્ત તે વસ્તુઓ અને કામ વિશે જ વિચારવું જોઈએ કે જે આપણા નિયંત્રણમાં છે અને જે આપણે કરી શકીએ છીએ. જે આપણાં નિયંત્રણમાં નથી તેના વિશે વિચારી તાણમાં ન રહેવું જોઈએ. આ સિવાય નાની નાની વાતમાં પણ ક્રોધ કરવો તે તાણનું સૌથી મોટું કારણ છે. તેથી શક્ય હોય ત્યાં સુધી તમારા ક્રોધને કાબૂમાં રાખો. ગુસ્સોને કાબૂમાં રાખવા માટે તમારું ધ્યાન અન્ય કાર્યો પર કેન્દ્રિત કરો. જેની મદદથી તમે તરત જ ગુસ્સાથી છૂટકારો મેળવશો અને તમારી તાણની સમસ્યા દૂર થઈ જશે.