Health

આ બે ક્રિયાથી સ્વસ્થ રહેશે નાક અને કાન

By GS Team
26 Aug 20191 min read
This article was originally published on 26 Aug 2019
આ બે ક્રિયાથી સ્વસ્થ રહેશે નાક અને કાન

ઘણીવાર શરદી સળેખમને લીધે કાન અને નાકમાં તકલીફ થવા લાગે છે. આનાથી કાનની માંસપેશીઓ પણ પ્રભાવિત થાય છે. તેથી પહેલાથી જ કાન અને નાકની સરખી સંભાળ રાખવી જરૂરી છે. આ માટે જલનેતિ અને સૂત્રનેતિ મદદરૂપ થઇ શકે છે.


સૂત્રનેતિ

સૂત્રનેતિ વિધિમાં કોટનની એક પાતળી દોરી લઇને નાકના જમણા નથુનામાં ધીમેધીમે આગળ નાંખો. શ્વાસને અંદર ખેંચીને દોરાને મોમાંથી બહાર કાઢો. આ જ પ્રક્રિયા નાકના બીજા છીદ્રમાં પણ કરો.. બંને છીદ્રોમાં આવું 10-12 વખત કરો.


જલનેતિ-

આમાં પહેલા સ્વચ્છ પાણીમાં થોડું મીઠું નાંખીને થોડું ગરમ કરી લો.  પછી તેને એક વાસણમાં લઇને મોંને ઉપરની તરફ રાખીને નાખના એક છીદ્રમાં ધીમેધીમે પાણીની ધાર કરો અને બીજા છીદ્રમાથી પાણીને બહાર કાઢો. આ પ્રક્રિયામાં મોં ખુલ્લું રાખો અને નાકથી જ શ્વાસની આપ-લે કરો.

લાભ-

- આનાથી નાકમાં જમા થયેલા બેક્ટેરિયા અને ગંદકીની સફાઇ થવાથી આંખોની રોશની વધે છે અને મગજ તેજસ્વી થાય છે. શરદી ઓછી થાય છે. 

- સૂત્રનેતિ, જલનેતિની ક્રિયાથી દમ, ટીબી. ખાંસી, નસકોરા, બહેરાશ જેવી બીમારીઓ પણ મટી શકે છે.

સાવધાની- આ ક્રિયા સરખી રીતે શીખીને પછી જ કરો. નાકમાં ઇન્ફેક્શન હોય કે હાઈ બીપી રહેતું હોય તેવા લોકોએ આ ક્રિયાઓ ના કરવી.