Health

લેપટોપમાંથી નીકળતો પદાર્થ બીમારી ફેલાવે છે!

By GS Team
28 Jun 20191 min read
This article was originally published on 28 Jun 2019
લેપટોપમાંથી નીકળતો પદાર્થ બીમારી ફેલાવે છે!

ટેકનોલોજીના યુગમાં બધાના કામ મોબાઈલ અને લેપટોપથી થઇ જતા હોવાથી ઘણાં લોકો આખો દિવસ એને ચોંટેલા રહે છે. જો કે તાજેતરમાં થયેલા અભ્યાસ પછી એક્સપર્ટનું કહેવું છે કે લેપટોપમાં લેડ એટલે કે સીસુ હોય છે. આ સિવાય તેમાં પૌલીવિનાયલ ક્લોરાઈડ, ક્રોમિયમ, બ્રોમાઈન અને બીએફઆર એટલે કે બ્રોમીનેટેડ ફ્લેમ રિટાર્ડેટ જેવા કેમિકલ હોય છે. જે તમારી હેલ્થ માટે નુકસાનકારક છે.


જો કે ઘણાં લોકો એવું માને છે કે વાયરલે લેપટોપ વાપરીને તે આ જોખમથી બચી શકે છે. જો કે તેમના માટે વધારે ખરાબ સમાચાર છે. કારણ કે સાયન્ટિસ્ટનું માનવું છે કે વાયરલેસ લેપટોપ વધારે જોખમી છે કારણ કે એમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશનથી વધારે ગરમી અને વાઈબ્રેશનની અસર પણ શરીર પર વધારે થાય છે.  

એટલું જ નહીં ખોળામાં લેપટોપ મુકીને કામ કરવાથી પ્રજનન ક્ષમતાને પણ નુકસાન થાય છે. તેમાંથી નીકળતાં રેડિએશન પુરુષોના શરીરની ક્ષમતાને સતત વધારે છે અને એના લીધે તેમની પ્રજનન ક્ષમતા ઘટે છે.  સાથે સાથે તે લેપટોપથી માનસિક રોગમાં વધારો, આંખોને નુકસાન અને કારપેલ્ટન સિન્ડ્રોમનું જોખમ પણ વધે છે. 

આનાથી બચવા માટે સાયન્ટિસ્ટ સલાહ આપે છે કે લેપટોપ પર એકધારું વધારે કામ ના કરશો. થોડી-થોડી વારે બ્રેક લેતાં રહો. લેપટૉપ વાપરતી વખતે એન્ટી ગ્લેર ચશ્મા પહેરો. આનાથી રેડિએશન આંખોના દ્રવ્યને સૂકવી શકતુ નથી અને વાયરલેસને બદલે ઇન્ટરનેટ કેબલનો ઉપયોગ કરો.