Health

ગુજરાતમાં હૃદયરોગનું બિહામણું ચિત્ર: 4 વર્ષમાં 3 લાખથી વધુ કેસ, 56 ટકા દર્દી પુરુષો

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
વિશ્વ હૃદય દિવસે ગુજરાતમાં હૃદય રોગના કેસ ચિંતાજનક રીતે વધ્યા છે. 2023-2026 દરમિયાન 3.04 લાખ દર્દીઓ નોંધાયા, જેમાં 59.51% પુરુષો અને 43.22% મહિલાઓ છે. 51-60 વયજૂથના દર્દીઓ 21.17% છે. 108 ઇમરજન્સી સેવા મુજબ, અમદાવાદમાંથી સૌથી વધુ 84038 કેસ નોંધાયા છે. તણાવ અને બદલાયેલી જીવનશૈલીને કારણે આ રોગચાળો વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં હૃદયરોગનું બિહામણું ચિત્ર: 4 વર્ષમાં 3 લાખથી વધુ કેસ, 56 ટકા દર્દી પુરુષો

World Heart Day: ગુજરાતમાં હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે. વર્ષ 2023થી 2026 દરમિયાન હૃદયની સમસ્યાના કુલ 3.04 લાખ દર્દીઓ નોંધાયા છે, તેમાં 59.51 ટકા પુરુષ-43.22 ટકા મહિલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચાર વર્ષના આ સમયમાં હૃદયની સમસ્યાના 64495 એટલે કે 21.17 ટકા દર્દીઓ 51થી 60ની વયજૂથના હોવાનું સામે આવ્યું છે.

નવજાત દર્દીઓમાં પણ હૃદયની સમસ્યા

દર વર્ષે 29મી સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ હૃદય દિવસ’ તરીકે કરવામાં આવે છે. ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર,2023થી 2026 દરમિયાન વયજૂથ પ્રમાણે જોવામાં આવે તો 61થી 70ની વયજૂથના 18.68 ટકા, 41થી 50ની વયના 18.20 ટકા, 31થી 40ની વયના 14.04 ટકા, 70થી વધુ વયના 12.72 ટકા, 21થી 30ની વયના 10.15 ટકા દર્દી હોવાનું સામે આવ્યું છે. બાળકો-કિશોરોમાં પણ હૃદયની સમસ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. 2023થી અત્યારસુધી 12225 દર્દીઓ એવા જોવા મળ્યા છે, જેમની ઉંમર 11થી 20 વર્ષ હતી. આ ઉપરાંત કુલ 416 નવજાત દર્દીઓમાં પણ હૃદયની સમસ્યા જોવા મળી છે.

20260929-273861-1790620387.jpeg

કુલ 3.04 લાખ દર્દીઓમાંથી 1.72 લાખ પુરુષ, 1.31 લાખ મહિલા, 90 ટ્રાન્સજેન્ડરને હૃદયની સમસ્યાને કારણે 108ની મદદ લેવી પડી છે. 743 દર્દીઓ એવા નોંધાયા છે, જેમની જાતિ સ્પષ્ટ નહોતી. વર્ષ 2023થી 2026 દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ 84038 દર્દી નોંધાયા છે. મતલબ કે, ગુજરાતમાં નોંધાતા દર્દીઓમાંથી 28 ટકા અમદાવાદમાંથી હોય છે. આ સિવાય સુરતમાંથી 23182, રાજકોટમાંથી 19995, ભાવનગરમાંથી 15999, વડોદરામાંથી 15130, જૂનાગઢમાંથી 11325, જામનગરમાંથી 11099, અમરેલીમાંથી 8419, ગાંધીનગરમાંથી 8367 જ્યારે કચ્છમાંથી 7224 દર્દી નોંધાયા છે. ડાંગમાંથી સૌથી ઓછા 0.61 ટકા દર્દી હોવાનું સામે આવ્યું છે.

20260929-273861-1790620387.jpeg

ગર્ભાવસ્થા દરમિયાન હૃદયના વાલ્વ સંબંધિત તકલીફો-હૃદયની માંસપેશી

ડૉક્ટરોના મતે ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવતી નિયમિત તબીબી તપાસ અનેક મહિલાઓમાં અગાઉ અજાણ રહી ગયેલી બીમારીઓનું સમસ્યાનું નિદાન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કેટલીક મહિલાઓમાં ગર્ભાવસ્થા દરમિયાન હૃદયના વાલ્વ સંબંધિત તકલીફો-હૃદયની માંસપેશી નબળી પડવાથી હૃદયનું રદ વધવાની સ્થિતિનું પણ નિદાન થાય છે તેમ જણાવતા ડૉ. લાલ ડાંગાએ ઉમેર્યું કે આવી તકલીફોનું સમયસર નિદાન-યોગ્ય સારવાર કરવામાં આવે તો કેટલાક કિસ્સામાં જીવન બચાવી શકાય છે. યોગ્ય સમયે નિદાન અને યોગ્ય સારવાર ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.

સ્ટ્રેસના કારણે હૃદયની સમસ્યામાં વધારો નોંધાયો

ડૉક્ટરોના મતે લાંબા સમય સુધી તણાવ, હતાશા અથવા ગુસ્સો પણ બ્લડ પ્રેશર અને હાર્ટ રેટમાં વધારો કરી શકે છે. જેના પરિણામે સમયજતાં કા ર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ઉપર દબાણ સર્જાય છે. હાલ હૃદયની સમસ્યાના દર્દીઓમાં વધારો નોંધાયો છે તેના માટે અઘટન જીવનશૈલી, મોડી રાત્રે ખાણી-પીણી, તણાવ જેવા પરિબળો જવાબદાર છે.