Get The App

સીસીટીવી કેમેરાનું કામ કરતા યુવકનો આપઘાત

પિતા નીચેના રૃમમાં ગેસનો બોટલ લેવા ગયા ત્યારે જાણ થઇ

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
સીસીટીવી કેમેરાનું કામ કરતા યુવકનો આપઘાત 1 - image

વડોદરા,સીસીટીવી ઇન્સ્ટોલેશનનું કામ કરતા યુવકે અગમ્ય કારણોસર ગળા  ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, માંજલપુર કબીરધામ સોસાયટીમાં પરિવાર સાથે રહેતો  જયેશ કમલાભાઈ રાઠવા (ઉં.વ.૨૧)સીસીટીવી  કેમેરા ફિટ કરવાનું કામ કરતો હતો. રવિવારે સાંજે ૬ વાગ્યે તે ઘરે હતો.  તેના પિતા કડિયા કામ કરીને આવીને મકાનના  ઉપરના માળે  ગયા હતા. ગેસનો બોટલ ખાલી થઇ જતા તેઓ થોડીવાર પછી નીચે બોટલ લેવા આવ્યા હતા. પરંતુ, નીચેની રૃમનો દરવાજો બંધ  હોઇ પાછળના દરવાજો તોડીને જોયું તો  જયેશે ગળા ફાંસો ખાઇ લીધો હતો. માંજલપુર પોલીસને જાણ કરવામાં આવતા એ.એસ.આઇ. રમેશભાઇ વણજારાએ સ્થળ પર જઇને તપાસ  હાથ ધરી હતી.