Gujarat
વડોદરાના કારેલીબાગમાં સ્કૂટરની ડિકિમાં દારૂની બોટલો રાખી જાહેરમાં વેચાણ કરતો યુવક ઝડપાયો
By GS Team
20 Aug 20251 min read
This article was originally published on 20 Aug 2025
વડોદરાના વીઆઇપી રોડ વિસ્તારમાં સ્કૂટર પાર્ક કરીને દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની વિગતોને પગલે પોલીસે એક ખેપીયાને ઝડપી પાડ્યો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરાના વીઆઇપી રોડ વિસ્તારમાં સ્કૂટર પાર્ક કરીને દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની વિગતોને પગલે પોલીસે એક ખેપીયાને ઝડપી પાડ્યો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાના વીઆઇપી રોડ વિસ્તારમાં સ્કૂટર પાર્ક કરીને દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની વિગતોને પગલે પોલીસે એક ખેપીયાને ઝડપી પાડ્યો હતો.
વીઆઇપી રોડ પર સંતોષીનગર પાસે એક બંધ મકાનની બહાર સ્કૂટર ઊભું રાખીને જાહેરમાં દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળતા હરણી પોલીસે વિનય ઉર્ફે ટાટુ ડાયાભાઈ સોલંકી (સંતોષીનગર,વીઆઇપી રોડ) ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે સ્કુટર તપાસતા અંદરથી વિદેશી દારૂની રૂ.6,000 ની કિંમતની 12 બોટલ મળી આવી હતી. આ દારૂ કોઈ અજાણ્યો યુવક આપી ગયો હોવાનું રટણ રટી રહેલા વિનયની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.