Gujarat

જામનગરમાં ધૂળેટી રમ્યા પછી વોટરપાર્કમાં નાહવા જવા માટે બોલાચાલી થયા બાદ બે મિત્રો વચ્ચેની તકરારમાં છરીના ઘા ઝીંકાયા

By GS TEAM
5 Mar 20261 min read
TukuTouch Logo
એક મિત્રએ પોતાનાજ મિત્ર એવા કોલેજીયન યુવાન ઉપર છરી વડે હુમલો કરી દીધાની પોલીસ ફરિયાદ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ધૂળેટી રમ્યા પછી વોટરપાર્કમાં નાહવા જવા માટે બોલાચાલી થયા બાદ બે મિત્રો વચ્ચેની તકરારમાં છરીના ઘા ઝીંકાયા

Jamnagar Crime : જામનગરના ભીમવાસ વિસ્તારમાં ધૂળેટી રમી રહેલા ચાર મિત્રો પૈકી વોટરપાર્કમાં નાહવા જવા બાબતે બે મિત્રો વચ્ચે તકરાર થઈ હતી, અને એક કોલેજીયન યુવાન પર તેના જ મિત્રએ છરી વડે હુમલો કરી દેતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો છે, જે હુમલા બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ભીમવાસ શેરી નંબર-2 માં રહેતો અને કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો કપિલ મગનભાઈ ગોહિલ કે જે ગઈકાલે ભિમવાસ વિસ્તારમાં પોતાના જ અન્ય મિત્રો ધીરજ સોલંકી ચિરાગ વગેરે સાથે હોળી ધુળેટીમાં કલરથી રમ્યો હતો, ત્યારબાદ વોટરપાર્ક માં નાહવા જવા બાબતે બન્ને મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં ધીરજ સોલંકીએ ઉશકેરાઈ જઈ કપિલ ગોહિલ પર હુમલો કરી દીધો હતો, અને છાતિના ભાગે છરીનો એક ઘા ઝીંકી દીધો હતો. જેથી કપિલની છાતીમાં છરી ધૂસી ગઈ હતી, અને તેને રિક્ષામાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં તબીબે તેના શરીરમાંથી છરી કાઢી લીધી હતી, અને ટાંકા લઈને સારવાર કરી આપી હતી. જે હાલ જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 જેણે સામાન્ય બાબતમાં મજાક મસ્તી કરીને પોતાની સાથે તકરાર કરનાર ધીરજ સોલંકી સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ મામલે સિટી બી.ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.