Get The App

ઘોઘામાં બાઈક અને કાર અથડાતા યુવાનનું મોત

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
ઘોઘામાં બાઈક અને કાર અથડાતા યુવાનનું મોત 1 - image

- મૃતકના પિતાએ કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

- યુવાન બાઈક લઈને ભાવનગરથી ઘોઘા આવતો હતો ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : ઘોઘા આવેલ કામનાથ મહાદેવજીના મંદિર સામેના રોડ પર કાર અને બાઇક અથડાતા બાઈક ચાલકને ગંભીર ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

ઘોઘા ખાતે રહેતા શાંતિલાલ બાલાભાઈ ગોહિલના પુત્ર હિતેશભાઈ શાંતિલાલ ગોહિલ પોતાનું મોટરસાયકલ નંબર જીજે-૦૪-ઇએન-૪૦૪૮ લઈને ભાવનગર થી ઘોઘા પોતાના ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન ઘોઘામાં આવેલા કામનાથ મંદિર પાસે ના રોડ પર સામેથી આવી રહેલા કાર નંબર જીજે-૦૩-ઇઆર-૨૧૫૨ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા હિતેશભાઈને ગંભીર ઇજાવો છતાં સારવાર માટે ઘોઘાની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના પિતા શાંતિલાલએ કાર ચાલક વિરૂધ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.