વડોદરામાં એક મોલના બીજા માળેથી પટકાતા યુવકનું મોત, લોકોએ બચાવવાનો કર્યો હતો પ્રયાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News: વડોદરા શહેરમાં મંગલપાંડે રોડ પર આવેલા અગોરા સિટી સેન્ટર મોલના બીજા માળેથી નીચે પટકાયેલા યુવાનને ગંભીર ઇજા થતા મોત થયું છે. જે અંગે સમા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સાંજે અગોરા મોલના બીજા માળેથી નીચે પટકાયેલા યુવકનું મોત થયું હતું. જે અંગે સમા પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે, મૃતકનું નામ હિતેન્દ્ર બળવંતસિંહ પરમાર, ઉં.વ.35 (રહે. નવીનગરી, સમા) હતું.
પોલીસે સ્થળ પરના સીસીટીવી ચેક કરતા હિતેન્દ્ર બીજા માળેથી દીવાલ કૂદીને ભાગવાની કોશિશ કરતો જણાયો હતો. તેને પકડવા સિક્યુરિટી જવાનો અને કેટલાક લોકો પણ દોડ્યા હતા. સિક્યુરિટી જવાનોએ તેને કૂદતા અટકાવવા પકડી રાખ્યો હોવાનું પણ દેખાઇ રહ્યું છે. પરંતુ, તે સિક્યુરિટી જવાનોના હાથમાંથી છટકીને નીચે પટકાય છે.








