Get The App

મંગલપાંડે રોડ પરના મોલના બીજા માળેથી નીચે પટકાતા યુવકનું મોત

યુવકને દીવાલ કૂદતા અટકાવવા સિક્યુરિટી જવાનો પકડી રાખે છે, પણ યુવક કૂદી પડે છે

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
મંગલપાંડે  રોડ પરના   મોલના બીજા માળેથી નીચે પટકાતા યુવકનું મોત 1 - image

વડોદરા,મંગલ પાંડે રોડ પર અગોરા  મોલના બીજા માળેથી નીચે  પટકાયેલા યુવાનને ગંભીર ઇજા થતા મોત થયું છે. જે અંગે સમા  પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સાંજે અગોરા મોલના બીજા માળેથી નીચે  પટકાયેલા યુવકનું મોત થયું હતું. જે અંગે સમા  પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે, મરનારનું નામ હિતેન્દ્ર બળવંતસિંહ પરમાર, ઉં.વ.૩૫ (રહે. નવીનગરી, સમા) હતું. પોલીસે સ્થળ પરના સીસીટીવી ચેક કરતા હિતેન્દ્ર બીજા માળેથી દીવાલ કૂદીને ભાગવાની કોશિશ કરતો જણાયો હતો. તેને પકડવા સિક્યુરિટી જવાનો પણ દોડયા હતા. સિક્યુરિટી જવાનોએ તેને કૂદતા અટકાવવા  પકડી રાખ્યો હોવાનું પણ  દેખાઇ રહ્યું છે.  પરંતુ, તે સિક્યુરિટી જવાનોના હાથમાંથી છટકીને નીચે  પટકાય છે.