Get The App

વાઘોડિયામાં કંપનીની ઉંચી દિવાલ પરથી પટકાયેલા યુવાનનું મોત

Updated: Nov 12th, 2024

GS TEAM


Google News
Google News
વાઘોડિયામાં કંપનીની ઉંચી દિવાલ પરથી પટકાયેલા યુવાનનું મોત 1 - image


Vadodara Waghodia GIDC : વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલી દેવ પોલી પ્લાસ્ટિક લિમિટેડ કંપનીની દિવાલ પર ચડી ઝાડના દાળખા કાપતો અજય રગન રાઠવા નામનો 24 વર્ષનો યુવાન દિવાલ પરથી નીચે પટકાતા તેને ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. 

અન્ય બનાવમાં વડોદરા નજીક દુમાડ વિરોદરોડ પર આવેલી આઇઆઇઆઇટી કોલેજના નવું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં મૂળ બિહારનો મોહમ્મદ કૌશલ આલમ મહંમદ જમાલુદ્દીન શેખ ઉંમર વર્ષ 30 ગ્રાઈન્ડર મશીનથી લોખંડના સળિયા કાપતો હતો ત્યારે અચાનક કરંટ લાગતા તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું.

Tags :