Gujarat

સુશેન રિંગ રોડ પર બાઇક સ્લિપ થઇ જતા યુવકનું મોત

By GS TEAM
22 Apr 20261 min read
સુશેન રિંગ રોડ પર બાઇક સ્લિપ થઇ જતા યુવકનું મોત

 વડોદરા,સુશેન  રિંગ રોડ પર બાઇક સ્લિપ થઇ જતા ઘાયલ થયેલા બાઇક સવાર યુવકનું મોત થયું છે.  જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુશેન રિંગ રોડ પર આજે સવારે બાઇક લઇને જતા અર્પિત યોગેશભાઇ  પટેલ (રહે. વિશાલનગર, તરસાલી)ને અકસ્માત નડયો હતો. બાઇક સ્લિપ થઇ જતા રોડ પર પટકાયેલા  અર્પિતને કપાળ, નાક અને કાનમાં ઇજા થતા લોહીલુહાણ થઇ ગયો હતો. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

જ્યારે અન્ય એક કેસની વિગત એવી છે કે, વાઘોડિયારોડ વૈકુંઠ સોસાયટીમાં રહેતા રમેશભાઇ મોહનભાઇ રોહિત (ઉં.વ.૫૩) ગત ૧૬ મી તારીખે સાંજે ૭ વાગ્યે બાઇક લઇેને વડોદરાથી ડભોઇ જતા હતા. ભીલાપુર ઢાઢર નદીનો બ્રિજ ઉતરતા સમયે બાઇક સ્લિપ થઇ જતા ગંભીર ઇજા થતા તેઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે. જે અંગે ડભોઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.