Gujarat

હાઇવે પર બાઇક સ્લિપ થતા ઇજાગ્રસ્ત યુવકનું મોત

By GS TEAM
18 Mar 20261 min read
હાઇવે પર બાઇક સ્લિપ થતા ઇજાગ્રસ્ત યુવકનું મોત

 વડોદરા,હાઇવે પર બાઇક સ્લિપ થઇ જતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. જે અંગે હરણી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

દુમાડ ગામ મોટા ફળિયામાં રહેતા સુરેશચંદ્ર શનાભાઇ વાઘેલાનો ૨૯ વર્ષનો પુત્ર દેવેન્દ્ર મજૂરી કામ કરે છે. ગત ૧૨ મી તારીખે તે બાઇક લઇને મજૂરી કામ માટે ગયો હતો અને કામ પતાવીને સાંજે તે  પરત આવતો હતો. તે દરમિયાન નેશનલ હાઇવે - ૪૮ પર સુરતથી અમદાવાદ તરફ જતા રોડ પર દરજીપુરા બ્રિજ નજીક તેની બાઇક સ્લિપ થઇ જતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. તે ઉપરાંત આંખ, નાક તથા કમરના ભાગે પણ તેને ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ,  સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ. હરણી પોલીસે બાઇક ચાલક દેવેન્દ્ર સામે જ ગુનો દાખલ કર્યો છે.