Gujarat

ચમારડી નજીક બાઈક સ્લિપ થઈ જતાં યુવકનું મોત

By GS Team
20 Aug 20251 min read
This article was originally published on 20 Aug 2025
ચમારડી નજીક બાઈક સ્લિપ થઈ જતાં યુવકનું મોત

- વલ્લભીપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો

- વહેલી સવારે બાઈક લઈને યુવક ભાવનગર નોકરીએ જવા નિકળ્યો હતો

ભાવનગર : ચમારડી મહેન્દ્રપુરમ્ રોડ વચ્ચે આજે વહેલી સવારે બાઈક સ્લિપ થઈ જવાથી યુવકનું મોત નિપજ્યું છે. બનાવ અંગે વલ્લભીપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

વલ્લભીપુર ખાતે રહેતા અને ભાવનગરમાં એક ખાનગી ટ્રાવેલ્સમાં ડ્રાઈવર તરીકેની નોકરી કરતા મુસ્તુફાભાઈ જમાલભાઈ મંમાણી આજે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં જીજે-૦૪-બીએમ-૩૩૧૩ લઈને વલ્લભીપુરથી ભાવનગર નોકરી જવા માટે નિકળ્યા હતા. તે દરમિયાન સવારે પાંચ કલાકના અરસામાં ચમારડી ગામ નજીક ચમારડી મહેન્દ્રપુરમ્ રોડ વચ્ચે તેમની બાઈક સ્લિપ થઈ જતાં મુસ્તુફાભાઈને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે વલ્લભીપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે ઈબ્રાહિમભાઈ ઈસ્માઈલભાઈ મંમાણી (રહે.વલ્લભીપુર)એ વલ્લભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.