Gujarat

ધંધુકા-બરવાળા હાઇવે પર બાઇક આઇશર સાથે અથડાતા યુવાનનું મોત

By GS TEAM
23 Mar 20261 min read
ધંધુકા-બરવાળા હાઇવે પર બાઇક આઇશર સાથે અથડાતા યુવાનનું મોત

- રસ્તા પર કાચબો આવી જતા બાઇક ચાલકે બેલેન્સ ગુમાવ્યું

- 3 યુવાન બાઈક લઈને રોજકાથી પરબડી જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : ધંધુકા બરવાળા હાઇવે પર આવેલ તગડી ગામના બસ સ્ટેન્ડ પાસેના જૈન દેરાસર નજીક ત્રણ સવારી બાઈક પર જઈ રહેલા યુવાનને રસ્તામાં કાચબો આવી જતા બાઇક આઇશર સાથે અથડાયું હતું.અને ત્રણ યુવાન પૈકી એક યુવાનનું મોત નીપજ્યું હતું.

ધંધુકાના પરબડી ગામે રહેતા જચચ નાનુભાઈ વેકરિયાનો ભત્રીજો કાતકભાઈ રસિકભાઈ વેકરીયા અને દીપકભાઈ અને વિપુલભાઈ પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૧ ડીબી ૪૨૮ લઈને રોજકા થી પરબડી આવવા માટે નિકળ્યા હતા.દરમિયાનમાં તગડી ગામના બસ સ્ટેન્ડ નજીક જૈન મંદિર સામે રોડ ઉપર અચાનક કાચબો આવી જતા કાચબા ઉપર બાઈકનું વ્હીલ ફરીવળતા બાઈક પર કાબુ ગુમાવી દીધો હતો.અને આઇશર સાથે અથડાયું હતું.બાઈક પર જઈ રહેલા ત્રણેયને ઇજાગ્રસ્ત હાલતે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં કાતકભાઈનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના કાકા સાગરભાઈએ બાઈક ચાલક વિરૂધ્ધ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.