Gujarat

રખડતાં શ્વાનનું ટોળું પાછળ દોડતાં યુવક ભાગ્યો, રસ્તા પર પટકાતા થયું બ્રેઈન હેમરેજ, 12 દિવસની સારવાર બાદ મોત

By GS TEAM
6 Nov 20251 min read
TukuTouch Logo
સુરતમાં 5 કૂતરાઓ પાછળ પડતાં એક યુવક જીવ બચાવવા ભાગ્યો હતો. તેવામાં યુવક પડી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવકને બ્રેઈન હેમરેજ થતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, ત્યારે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રખડતાં શ્વાનનું ટોળું પાછળ દોડતાં યુવક ભાગ્યો, રસ્તા પર પટકાતા થયું બ્રેઈન હેમરેજ, 12 દિવસની સારવાર બાદ મોત

Surat News : સુરતમાં 5 કૂતરાઓ પાછળ પડતાં એક યુવક જીવ બચાવવા ભાગ્યો હતો. તેવામાં યુવક પડી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવકને બ્રેઈન હેમરેજ થતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, ત્યારે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.


મળતી માહિતી મુજબ, સુરતના સૈયદપુરાના ભંડારીવાડમાં થોડા દિવસ પહેલા ઈબ્રાહીમ ઉર્ફે એજાઝ એહમદ અન્સારી (ઉં.વ.38) નામના યુવક પાછળ કૂતરાઓનું ઝુંડ પડતાં ઈબ્રાહીમ જીવ બચાવવા ભાગ્યો હતો. જેમાં તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં 12 દિવસની સારવારને અંતે ઈબ્રાહીમનું આજે 6 નવેમ્બરના રોજ મૃત્યું નીપજ્યું છે. 

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વીડિયોમાં જોવા મળે છે પાંચ જેટલાં કૂતરાઓ યુવક પાછળ દોડે છે અને યુવક પડી જતાં કૂતરા થોભી જાય છે ને ત્યાંથી જતાં રહે છે. 

આ પણ વાંચો: જામનગરમાં અંબર ચોકડી નજીક નવા ફલાય ઓવર બ્રિજની નીચે ઝૂંપડાવાસીઓનો ફરીથી અડીંગો

બનાવ અંગે વાત કરતાં મૃતક યુવકના ભાઈએ જણાવ્યું હતું કે, 'મારો ભાઈ સવારે નમઝ પઢીને ઘરે આવી રહ્યો હતો, ત્યારે કેટલાક કૂતરાઓ તેને કરડવા પાછળ દોડ્યા હતા. જેમાં પડી જવાથી મારા ભાઈને ગંભીર ઈજા પહોંચી હતી.'