Gujarat
જામનગરની કોર્ટમાં જુબાની આપવા માટે આવેલા મૂળ ઢીંચડાના એક યુવાનને ધમકી અપાઈ : ઢીંચડાના એક શખ્સ સામે પોલીસ ફરિયાદ
By GS TEAM
18 Feb 20261 min read
મૂળ જામનગર નજીક ઢીચડાના રહેવાસી અને હાલ ઉપલેટા તાલુકાના પડવલા ગામે રહેવા માટે ચાલ્યા ગયેલા 44 વર્ષના પશુપાલક યુવાને પોતાને જામનગરની અદાલત પાસે જાહેરમાં પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ ઢીંચડા ગામના શખ્સ સામે નોંધાવાઈ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Court : મૂળ જામનગર નજીક ઢીચડાના રહેવાસી અને હાલ ઉપલેટા તાલુકાના પડવલા ગામે રહેવા માટે ચાલ્યા ગયેલા હુસેન કાસમભાઇ ખફી નામના 44 વર્ષના પશુપાલક યુવાને પોતાને જામનગરની અદાલત પાસે જાહેરમાં પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ ઢીંચડા ગામના કાસમ મુસાભાઇ સામે નોંધાવાઈ છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉ તકરાર થઈ હોવાથી જે બંને વચ્ચે જૂનો કોર્ટ કેસ ચાલી રહ્યો છે, જેમાં આરોપી સામે ફરીયાદ કરી હતી, જે કેસમાં ફરીયાદી યુવાન જુબાની આપવા માટે આવ્યો હતો, જેમાં જુબાની નહીં આપવા માટે આરોપીએ ધાકધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. સિટી એ. ડિવિઝન પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે.