Gujarat

જામનગરમાં ધરાનગર વિસ્તારમાં રહેતા યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે લોખંડના પાઇપ પડે હુમલો કરી માથું ફોડી નાખ્યું : ત્રણ સામે ફરિયાદ

By GS TEAM
10 Nov 20251 min read
TukuTouch Logo
ઈજાગ્રસ્ત યુવાનને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ધરાનગર વિસ્તારમાં રહેતા યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે લોખંડના પાઇપ પડે હુમલો કરી માથું ફોડી નાખ્યું : ત્રણ સામે ફરિયાદ

Jamnagar Crime : જામનગરમાં ધરાર નગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા યાસીન સિદ્દીકભાઈ ગંઢાર નવના 33 વર્ષના વાગ્યે યુવાને પોતાના ઉપર માથાના ભાગે લોખંડનો પાઇપ ફટકારી માથું ફોડી નાખવા અંગે તેમજ પગમાં પણ લોખંડના પાઇપના પ્રહાર કરી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે ઇન્દ્રિષ આલા, મોઇન આલા, અને રાજા આલા નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

ઈજાગ્રસ્ત યુવાનને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન યાસીન સીદિક કે જે આરોપીના પરિચિત એવા સમીર પાસે 22 હજાર રૂપિયા માંગતો હોય જેની ઉઘરાણી કરવા જતાં ત્રણેય આરોપીઓએ માર માર્યો હતો, અને ફરીથી ઉઘરાણી કરવા આવશે, તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી જેથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસ હાલ ત્રણેય આરોપીઓને શોધી રહી છે.