Gujarat

જામનગરના બેડી વિસ્તારમાં રહેતા યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : બે સામે ફરિયાદ

By GS TEAM
27 Oct 20251 min read
TukuTouch Logo
ફરિયાદી યુવાન પાસે બંને આરોપીઓ પૈસાની ઉઘરાણી કરવા માટે આવ્યા હતા, અને મારામારી કર્યા બાદ તેના ઉપર ધોકા અને છરી વડે હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવ્યો હતો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના બેડી વિસ્તારમાં રહેતા યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : બે સામે ફરિયાદ

Jamnagar Crime : જામનગરમાં બેડી આઝાદ ચોક વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા દિલાવરભાઈ સલીમભાઈ પાલાણી નામના 31 વર્ષના યુવાન પર પૈસાની લેતી દેતી ના મામલે મસીતિયાવાળા આરીફ સુમરા અને તેના મિત્ર બાબો સુમરાએ લાકડાના ધોકા અને છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

 ફરિયાદી યુવાન પાસે બંને આરોપીઓ પૈસાની ઉઘરાણી કરવા માટે આવ્યા હતા, અને મારામારી કર્યા બાદ તેના ઉપર ધોકા અને છરી વડે હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવ્યો હતો, અને પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હોવાથી આ મામલો સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જે બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે.