Gujarat

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું કચડાઈ જતાં કરણ મૃત્યુ

By GS TEAM
27 Dec 20251 min read
TukuTouch Logo
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર ગઈકાલે રાત્રે હિટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું કચડાઈ જતાં કરણ મૃત્યુ

Jamnagar Accident : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર ગઈકાલે રાત્રે હિટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો છે. મોટી ખાવડી ગામના પાટીયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા કોઈ અજાણ્યા વાહનના ચાલકે રસ્તો ઓળંગી રહેલા 25 વર્ષની વયના એક અજ્ઞાત યુવાનને કચડી નાખતાં તેનું ઘટનાસ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવ અંગે અફરોઝ આલમ અન્સારીએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે બનાવના સ્થળે દોડી જઈ અજાણ્યા યુવાનના મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યા બાદ તેને ઓળખ કરવા માટે જી.જી.હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખ્યો છે, જયારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.