લગ્ન પહેલા શારીરિક સંબંધની યુવતીએ ના પાડતા યુવકે સગાઈ તોડી નાખી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરામાં 19 વર્ષની યુવતીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે તો ત્રણ વર્ષ અગાઉ હું જ્યારે 16 વર્ષની હતી ત્યારે અમારા સમાજના એક યુવક સાથે લગ્નની વાત ચાલી હતી. છોકરાના પરિવારને તથા છોકરાને હું પસંદ આવતા તેઓએ મારી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ મારી ઉંમર નાની હોવાથી તેમણે જણાવ્યું હતું કે તમારી દીકરી 18 વર્ષની થશે પછી લગ્ન કરીશું. જેથી તારીખ 24-1-2019 ના રોજ સમાજના રીત રિવાજ મુજબ મારી સગાઈ થઈ હતી.
સગાઈ પછી મંગેતરના માતા-પિતાએ માનતા પૂરી કરવા માટે જવાનું કહેતા મારા માતા-પિતાની સહમતી આપી હતી. મંદિરોમાં માનતાઓ પૂરી કરી હતી. ઓક્ટોબર 23 માં મંગેતર યુવકની માતા બીમાર હોય તે મને તેના ઘરે કામકાજ કરવા માટે લઈ ગયો હતો. એકાંતના સમયમાં તેમને મારી સાથે શારીરિક છેડછાડ અને કિસ કરી હતી તેમજ શારીરિક સંબંધ બાંધવાની પણ કોશિશ કરી હતી. પરંતુ મેં ના પાડતા તેને મને લાફો મારી દીધો હતો. તેમજ ત્યારબાદ તેણે સગાઈ તોડી નાખી હતી અને મારી સાથે લગ્ન કર્યા ન હતા.









