યુવતીને સોશિયલ મીડિયા પર મેસેજ કર્યો હોય તેની અદાવતે યુવક પર હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા યુવકે સોશિયલ મીડિયા પરથી એક યુવતીને મેસેજ કર્યો હતો ત્યારે તેની અદાવત રાખીને આ યુવતીના પતિએ યુવકને મળવા માટે બોલાવવા બાદ ઢોર માર્યો હતો. ત્યારબાદ ધારદાર અત્યારથી હુમલો કરતા યુવક જીવ બચાવવા માટે તેના ઘરે ભાગી ગયો હતો. હુમલા ખરો હોય તેના પીછો કર્યો હતો પરંતુ ઘરે પહોંચી જતા તેઓ પરત જતા રહ્યા હતા. યુવકે ગોરા પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાવતા ત્રણ હુમલાખોર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી અશોકવાટિકા સોસાયટીમાં રહેતા ધ્રુવેશભાઈ રાજેન્દ્રભાઈ પંચાલે ફરિયાદ નોંધાવી છે કે આઈ ટી એમ એસ એલ એસ જરોદ ખાતે અભ્યાસ કરું છું. આશરે ચાર મહિના પહેલા અમારી સાથે અભ્યાસ કરતી યુવતીને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મેં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલ હતી. ત્યારે તેઓએ મારી રિક્વેસ્ટ ને સ્વીકારી મને મેસેજ દ્વારા જણાવેલ કે તું મને મેસેજ કેમ કરે છે અને હવેથી મેસેજ ના કરતો. આવું મને યુવતીએ મેસેજમાં જણાવ્યુ હતું અને આ મેસેજની વાત આ યુવતીએ તેના પતિ નામે પ્રતિક રખારીને કરી હતી. ત્યારે પ્રતીક રબારીએ પોતાની ઈન્સ્ટ આઈડી પરથી મેસેજ કરી મારા મોબાઈલ નંબરની માગણી કરેલ હતી. ત્યારે મેં આ મારો મોબાઈલ નંબર આપેલ ન હતો અને મેં જે તે સમયે આ યુવતી અને તેના પતિની ઈન્સ્ટ આઈડી બ્લોક કરી દીધી હતી. પરંતુ ગઈ તારીખ 24 ડિસેમ્બરના આશરે 6.30 વાગ્યાની આસપાસ આ યુવતી પતિએ મને ફોન કરીને જણાવેલ કે મારે તેને મળવું છે, તું ક્યાં મળીશ. ત્યારે મે તેને જણાવેલ કે હું અત્યારે લગ્ન પ્રસંગમાં છું. આવતીકાલે મળીશ અને ગઈ 15 ડિસેમ્બર ના રોજ બપોરના 3 વાગ્યાની આસપાસ યુવતીના પતિએ મારા મોબાઈલ પર મેસેજ કરેલ અને જણાવેલ કે તારે મળવું પડશે નહીં તો આવતીકાલે કોલેજમાં આવીને મારીશ. ત્યારે મેં ગઈ 15 ડિસેમ્બરના યુવતીના પતિને મારા મોબાઈલ પરથી ફોન કરી અને મારે ક્યાં મળવા આવવાનું છે તેમ પૂછતા તેણે ગોરવાના દશામા ચાર રસ્તા ખાતે ઉભો છું અને પછી હું મારા મિત્ર વૈભવ શિવમ અને નીતિન ની સાથે માનવ હોસ્પિટલ પાસે જઈ ઉભા હતા. 10 થી 15 મિનિટ આ યુવતીના પતિની રાહ જોઈ પણ તે આવ્યા ન હતા. મેં તેને સામેથી ફોન કરી કે આવો છે એવું પૂછે ત્યારે તેણે મને જણાવેલ કે 10 મિનિટમાં આવું છું. ત્યારબાદ બે ઈસમ એક એકટીવા લઈ ત્યાં આવેલ હતા. તે વખતે એકટીવા ચાલક મારી સાથે વાતચીત કરવા લાગેલ તે વખતે આ ચાલક સાથે આવેલ ઈસમેં મને નીચે પાડી દઈ માર માર્યો હતો. ત્યારે એક અન્ય ઈસમ પણ આવેલ અને તે પણ મને માર માર્યો હતી. ત્યારે યુવતીના પતિએ તેના હાથમાં ધારદાર વસ્તુથી હુમલો કર્યો હતો. મારા માથામાંથી લોહી નીકળતા હું તેઓના વધુ મારથી બચવા માટે મારા ઘર તરફ દોડીને જતો હતો. ત્યારે આ ત્રણ ઈસમો મારી પાછળ આવેલ અને હું મારા ઘરે પહોંચી જતા આ ઈસમો ત્યાંથી જતા રહેલ અને ત્યારબાદ મને ઇજાઓ પહોંચી હોય સારવાર માટે ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ગોરવા પોલીસે યુવકની ફરિયાદના આધારે માર મારના ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોધી તેમને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.








