Gujarat
જામનગરમાં બાળાઓ દ્વારા માસ્ક સાથે ફૂલકાજળીના વ્રતનું પૂજન
By GS Team
23 Jul 20201 min read
This article was originally published on 23 Jul 2020

જામનગર, તા.23 જુલાઇ 2020, ગુરૂવાર
જામનગર શહેરમાં નાની બાળાઓ દ્વારા આજે ફુલકાજળીના વ્રતનું પૂજન કરાયું છે અને કાશી વિશ્વનાથ મંદિરમાં નાની વ્રતધારી બાળાઓ દ્વારા ફુલ સાથે પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું તેમજ ફૂલ સૂંઘીને જાગરણ કરવામાં આવી રહ્યું છે.
આજે સવારથી જ કાશી વિશ્વનાથ મંદિરમાં વ્રતધારી બાળાઓ પોતાના હાથમાં ફૂલ સાથે પ્રવેશી હતી અને માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી પૂજા અર્ચના કરી હતી, તેમજ જાગરણ શરૂ કર્યું છે. મોઢે અને નાકે માસ્ક બાંધવું ફરજિયાત હોવાથી ફુલ કેમ સૂંઘવુ એવી બાળાઓએ દ્વિધા અનુભવી હતી.




