Gujarat

મ્યુનિ.ફૂડ વિભાગમાં ફરજ બજાવતા ૧૮ ફૂડ સેફટી ઓફિસરોને ચા-કોફી વિતરણ અંગે ફરજ સોંપાતા વિવાદ

By GS TEAM
20 Feb 20261 min read
મ્યુનિ.ફૂડ વિભાગમાં ફરજ બજાવતા ૧૮ ફૂડ સેફટી ઓફિસરોને ચા-કોફી વિતરણ અંગે ફરજ સોંપાતા વિવાદ

 અમદાવાદ, ગુરુવાર,19 ફેબ્રુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરજ બજાવતા તમામ ૧૮ ફૂડ સેફટી ઓફિસરોને બજેટ બેઠક માટે હાજર રહી ચા-કોફી વિતરણ અંગે ફરજ સોંપાતા વિવાદ સર્જાયો છે. ફૂડ વિભાગ પાસે ઓફિસર ઓછા હોવાથી સેમ્પલ ઓછા લેવાતા હોવાની રજૂઆત કરાઈ હતી. આમ છતાં તમામ ઓફિસરને બે દિવસ બોર્ડ બેઠકમાં હાજર રહેવાના પરિપત્રથી શહેરમાં ફૂડ સેમ્પલ લેવાની કામગીરી થઈ શકશે કે કેમ તે પ્રશ્ન છે.

મ્યુનિ.બજેટ બેઠક માટે ચા-કોફી ઉપરાંત સિંગ-ચણાં અને બિસ્કીટ આપવાની કામગીરી એજન્સીને આપવામા આવી છે.આમ છતાં ફૂડ વિભાગમા ફરજ બજાવતા ઓફિસરોને આ તમામ ચીજોના વિતરણની વધારાની ફરજ સોંપવામા આવી છે. શહેરની વસ્તી મુજબ ફૂડ સેફટી ઓફિસરોની સંખ્યા નહી હોવાથી ૪૨ ફૂડ સેફટી ઓફિસરની જગ્યા ભરવાની વાત વચ્ચે આ  જવાબદારી ફૂડ સેફટી ઓફિસરોને સોંપાઈ છે.