Gujarat

એસટી બસમાં મહિલાનું મંગળસૂત્ર ચોરી ગઠિયો

By GS TEAM
18 May 20261 min read
એસટી બસમાં મહિલાનું મંગળસૂત્ર ચોરી ગઠિયો

એસટી બસમાં મુસાફરી દરમિયાન મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ચોરી ગઠિયો નાસી છૂટ્યો છે.

પ્રતાપનગર વિસ્તારમાં રહેતા પંકજ નરેન્દ્રભાઈ ભાવસાર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઈકાલે તા. ૧૭ મેના રોજ સવારે ૯:૩૦ વાગ્યે તેઓ પત્ની અને સંતાન સાથે જંબુસર સ્થિત સાસરી ખાતે જવા નીકળ્યા હતા.

કીર્તિસ્તંભ પાસેથી તેઓ જંબુસર જતી એસટી બસમાં બેઠા હતા. દરમિયાન બસ લાલબાગ બ્રિજ પાસે પહોંચી ત્યારે તેમની પત્નીએ ગળામાં પહેરેલું સોનાનું મંગળસૂત્ર ગાયબ હોવાનું ધ્યાને આવ્યું હતું.

તપાસ કરતા એસટી બસમાં કોઈ અજાણ્યા શખ્સે નજર ચૂકવી રૂા. ૧.૭૩ લાખની કિંમતનું બે તોલા વજનનું સોનાનું મંગળસૂત્ર ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું.

ઉક્તફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધ્યો છે.