Get The App

અરેરા-અંધેજ રોડ ઉપર ઈકો ગાડીએ ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
અરેરા-અંધેજ રોડ ઉપર ઈકો ગાડીએ ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું 1 - image

- જિલ્લામાં અકસ્માતના વધુ બે બનાવ

-  દેવકી-વણસોલ નજીક ઈકોની ટક્કરે બાઈક સવાર મહિલા ઈજા, બંને અકસ્માત મુદ્દે ગુનો 

નડિયાદ : નડિયાદ તાલુકાના અરેરા-અંધેજ રોડ ઉપરથી શનિવારે સવારે પસાર થતી મહિલાને ઇકો ગાડીએ ટક્કર મારી હતી. જેથી ગંભીર ઈજા થતાં મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે દેવકી વણસોલ નજીક મોટરસાયકલ પાછળ ઇકો ગાડી અથડાતા મહિલાને ઈજા થઈ હતી. આ બંને બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

નડિયાદ તાલુકાના અરેરા ગામના ઇન્દિરાનગરીમાં મહેશભાઈ બુધાભાઈ ડાભી પરિવાર સાથે રહે છે. શનિવારે સવારે તેમની પત્ની લલીતાબેન અંધેજ રોડ ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પુરઝડપે આવેલ ઇકો ગાડીના ચાલકે ટક્કર મારતા લલીતાબેનને માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થઈ હતી, જેથી તેમને ૧૦૮ મારફતે સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે લલીતાબેન ડાભી (ઉં. વ.૩૫)ને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મહેશભાઈ બુધાભાઈ ડાભીની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ઇકોગાડીના ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજા બનાવમાં મહેમદાવાદ તાલુકાના મોદજ ગામમાં રહેતા નયનાબેન સુનિલભાઈ ભોઈ તેમના પતિની મોટરસાયકલ પર દાંતની સારવાર કરાવવા નડિયાદ સિવિલ હોસ્પિટલ જઈ રહ્યાં હતા. આ દરમિયાન દેવકી વણસોલ નજીક પાછળથી આવેલ ઇકો ગાડી મોટરસાયકલ પાછળ અથડાતા બાઈક ચાલક દંપતિ રોડ ઉપર પડી ગયું હતું. જેમાં નયનાબેન ભોઈને ઇજા થતાં મહેમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે નયનાબેન સુનિલભાઈ ભોઈની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.