Get The App

ટિકિટ આપવાનું કહી પ્રચાર કરાવી મહિલા સાથે છેતરપિંડી

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
ટિકિટ આપવાનું કહી પ્રચાર કરાવી મહિલા સાથે છેતરપિંડી 1 - image

ભાદ્રોડ તાલુકા પંચાયતની સીટ પર ટિકિટ આપવાનું વચન આપ્યું હતું

આમ આદમી પાર્ટીના મહુવા તાલુકા પ્રમુખ સહિત ચાર સામે ગુનો નોંધાયો

ભાવનગર -  મહુવા તાલુકાની ભાદ્રોડ તાલુકા પંચાયતની સીટ પર આમ આદમી પાર્ટીની ટિકિટ અપાવવાનું ભાદ્રોડ ગામના મહિલાને વચન અપાવ્યા બાદ મહિલા અને તેના પરિવાર પાસે પ્રચાક કરાવી રૃ.૨૦ હજારનો ખર્ચો કરાવી ટિકિટ નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી જ્ઞાાતિથી અપમાનિત કરવા મુદ્દે આમ આદમી પાર્ટીના મહુવા તાલુકા પ્રમુખ સહિત ચાર સામે મહુવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

મહુવા તાલુકાના ભાદ્રોડ ગામના વતની અને હાલ મહુવા ખાતે રહેતા આશાબેન નિખિલભાઈ વાઘે મહુવા પોલીસ મથકમાં મહુવા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર બિજલભાઈ બારૈયા, આપ નેતા બ્રિજરાજ, અશોક મંગાભાઈ કાતરિયા અને હંસાબેન અશોકભાઈ કાતરિયા વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રભાઈ અને બ્રિજરાજસિંહે તેમને ભાદ્રોડ તાલુકા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટીની ટિકિટ આપવાનું વચન આપ્યું હતું. આથી તેમણે પાર્ટીમાં ઉમેદવારી કરી હતી અને બાદમાં તેમની પાસે પાર્ટીનો પ્રચાર કરાવી રૃ.૨૦ હજારનો ખર્ચો કરાવ્યો હતો અને જ્યારે તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું તો તેમાં તેમના સ્થાને હંસાબેનને ટિકિટ મળી હતી. આમ, રાજેન્દ્ર અને બ્રિજરાજે અશોક કાતરિયા સાથે મળી ભાદ્રોડ તાલુકા પંચાયતની સીટ માટે અશોકભાઈના પત્નિ હંસાબેનને ટિકિટ આપી તેમને ટિકિટ નહી આપી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હતી. જે મામલે રાજેન્દ્ર બારૈયાને રૃબરૃ રજૂઆત કરતા તેમને જેમતેમ બોલી જ્ઞાાતિથી અપમાનિત કર્યાં હતા. તેમજ અશોક કાતરિયાએ તેમને આગાળની કાર્યવાહી નહી કરવા ધમકી આપી હતી. આ અંગે મહુવા પોલીસે ગુનો નોંધ્યો છે.

તાલુકા પંચાયતની સીટ માટે પાંચ લાખ લીધાંની ચર્ચા

મહુવા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર બિજલભાઈ બારૈયા અને આપ નેતા બ્રિજરાજને રૃ.૫ાંચ લાખ આપીને અશોક કાતરિયાએ તેમના પત્નિ હંસાબેનના નામે ભાદ્રોડ તાલુકા પંચાયત સીટ માટે આમ આદમી પાર્ટીની ટિકિટ મેળવી હોવાની ચર્ચા થતી હોવાના આક્ષેપ આશાબેને પોલીસ ફરિયાદમાં કર્યાં છે.