Get The App

રાણપુર પોલીસ મથક સામે મહિલાનો ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
રાણપુર પોલીસ મથક સામે મહિલાનો ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ 1 - image

- ફરિયાદ ન લેતા હોવાનો મહિલાએ વીડિયો વાયરલ કર્યો હતો

- મૈત્રી કરેલા પતિ અને તેના માતા-પિતાના ત્રાસથી કંટાળી મહિલા ફરિયાદ કરવા ગઇ હતી

ભાવનગર : રાણપુર પોલીસ મથક સામે મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરતો વીડિયો વાયરલ કરી મૈત્રી કરાર કરેલા પતિ અને તેના માતા પિતા દ્વારા અપાયેલા ત્રાસની ફરિયાદ કરવા માટે આવેલી મહિલાની ફરિયાદ પોલીસ દ્વારા નહીં લેવાતા રાણપુર પોલીસ મથક સામે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

રાણપુર ખાતે રહેતી તુલસીબેન નામની મહિલા નાગનેશ ગામના શિવરાજ નામના શખ્સ સાથે મૈત્રી કરાર કરી રહેતા હતા.દરમિયાનમાં શિવરાજ અને તેના માતા પિતા તુલસીબેનને ત્રાસ આપવા લાગ્યા હતા.અને શિવરાજ મારઝૂડ કરવા લાગ્યો હતો તેવામાં તુલસીબેન રાણપુર પોલીસ મથક ખાતે શિવરાજ અને તેના માતા પિતા વિરૂધ્ધ ફરિયાદ કરવા પહોચ્યા હતા.પરતુ.રાણપુર પોલીસ મથકના અધિકારીઓ દ્વારા ફરિયાદ લેવામાં નહીં આવતા તુલસીબેને પ્રથમ રાણપુર પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં નહીં આવતી હોવાનો વીડિયો વાયરલ કરી પોલીસ મથક સામે ઝેરી દવા ગગટવી આત્મહત્યાની ચીમકી ઉચારી હતી.તેમ છતાં ફરિયાદ નહીં લેવાતા તુલસીબેન એ રાણપુર પોલીસ મથકની સામે ઝેરી દવા ગટગટાવી લેતા તુલસી બેનને ગંભીર હાલતે બોટાદની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.