Gujarat

માંજલપુરમાં કુતરાને શૌચ કરાવી ગંદકી નહીં કરાવવાનું કહેતા માલિક દ્વારા મહિલા ઉપર હુમલો

By GS TEAM
6 Mar 20262 mins read
TukuTouch Logo
પોલીસ દ્વારા હુમલાખોર દ્વારા કૂતરાના માલિકની અટકાયત

Summarized by AI; it may make mistakes. Check important info

માંજલપુરમાં કુતરાને શૌચ કરાવી ગંદકી નહીં કરાવવાનું કહેતા માલિક દ્વારા મહિલા ઉપર હુમલો

Vadodara : વડોદરા માંજલપુર વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડની કોલોનીમાં કૂતરાને શૌચ કરાવી ગંદકી કરાવવાની ના પાડતાં માથાભારે શખ્સ દ્વારા બેટથી મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી મહિલાને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. માંજલપુર પોલીસ દ્વારા હુમલો કરનાર કુતરાના માલિકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી મારૂતિધામ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં વિકાસ ભાઈના ઘરે મહેમાન આવ્યા હતાં. તેમની સોસાયટીમાં રહેતા દીપરાજસિંહ ચૌહાણ નામનો શખ્સ તેમના પાડેલા કુતરાને સોસાયટીમાં જ ગંદકી કરાવે છે. દરમિયાન પાંચ માર્ચના રોજ બીરજુભાઈના ઘરે મહેમાન આવ્યા હોય તેઓ તેમને લઈને જમવા બેઠા હતા. ત્યારે આ શખ્સ પોતાના કૂતરાને વિકાસ ભાઈના ઘર પાસે ગંદકી કરાવતો હોય વિકાસભાઈની પત્ની તેને અહીંયા કેમ ગંદકી કરાવો છો તેમ કહેતાં યુવક દ્વારા મહિલા સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો. 

કુતરાની બાબતને લઈને થયેલા વિવાદમાં વાત વધુ વણસી હતી. ત્યારે દીપરાજસિંહ ચૌહાણ વધુ ઉશ્કેરાયો હતો અને પોતાના ઘરેથી ક્રિકેટ રમવાનું બેટ લઈ આવ્યો હતો અને આ શખ્સ દ્વારા મહિલાને બેટ વડે ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ઇમરજન્સી 108 મારફતે એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. જેનાં કારણે વિકાસ ભાઈનો પરિવાર પોલીસને જાણ  કરી હતી જેનાં કારણે ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પોલીસે આરોપી દિપરાજસિંહ ચૌહાણની અટકાયત કરી આગળની તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કૂતરાના માલિક દિપરાજસિંહ ચૌહાણ દ્વારા મહિલાને જાનથી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જેનાં કારણે મહિલા હાલ હોસ્પિટલમાં મહિલાની સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.