Get The App

માત્ર બે દિવસની અંદર જ પ્રેમચંદનગરના આઠ મકાનના સીલ એસ્ટેટ વિભાગે ખોલી આપ્યા

વહીવટી ચાર્જ કેટલો વસૂલ કરાયો એનો ફોડ પાડવાની વિભાગે તસ્દી ના લીધી

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
માત્ર બે દિવસની અંદર જ પ્રેમચંદનગરના આઠ મકાનના સીલ  એસ્ટેટ વિભાગે ખોલી આપ્યા 1 - image

       

 અમદાવાદ, શનિવાર,21 ફેબ્રુ,2026

માત્ર બે દિવસની અંદર જ  કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે પ્રેમચંદનગરમાં પી.જી.તરીકે વપરાશમાં લેવાતા આઠ મકાનના સીલ ખોલી આપતા ખાતાની કામગીરી ચર્ચાનુ કેન્દ્ર બની છે. ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે કેટલી રકમનો વહીવટી ચાર્જ વસૂલ કરાયો તેનો ફોડ પાડવાની પણ તસ્દી લીધી નહોતી.

બોડકદેવ વોર્ડના પ્રેમચંદનગરમાં પી.જી.તરીકે વપરાશમા લેવામા આવતા વીસ મકાનોને સીલ કરી એસ્ટેટ વિભાગે જશ ખાટયો હતો. પરંતુ રાજકીય દબાણ આવતા માત્ર ૪૮ કલાકમા જ સીલ કરવામા આવેલા વીસ પૈકી આઠ મકાનના સીલ ખોલી આપવામા આવ્યા હતા. કોર્પોરેશને સીલ કરેલા આવાસની બાબત જાહેર થઈ જતા ભવિષ્યમાં આ મકાનોનો ઉપયોગ પી.જી.તરીકે નહીં કરવામા આવે અને મકાન માલિક દ્વારા આ જગ્યામા  વિદ્યાર્થીઓ રહેતા હોવાથી તેમજ પરીક્ષાનો સમય હોવાથી સમયની માંગણી કરાતા સીલ ખોલી અપાયા હોવાનુ કારણ આગળ ધર્યુ છે.