Gujarat

વારસિયામાં ગેંગવોરના ભણકારા : ફરિયાદ પાછી ખેંચી લે, નહીંતર ગાડીની જેમ તારું ઘર સળગાવી દઇશ..

By GS TEAM
12 Dec 20252 mins read
TukuTouch Logo
જૂના ઝઘડાની અદાવત રાખી ફરિયાદીની ગાડીઓ 15 દિવસ પહેલા સળગાવી દીધી હતી

Summarized by AI; it may make mistakes. Check important info

વારસિયામાં ગેંગવોરના ભણકારા : ફરિયાદ પાછી ખેંચી લે, નહીંતર ગાડીની જેમ તારું ઘર સળગાવી દઇશ..

Vadodara Crime : વડોદરાના વારસિયામાં 15 દિવસ પહેલા ફોર વ્હિલર સળગાવી દેવામાં આવી હતી. તે ફરિયાદ પરત ખેંચી લેવા માટે ફરિયાદીના ઘરે જઇ મારી નાખવાની ધમકી આપનાર આરોપી સામે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વારસિયાની ગણેશનગર સોસાયટીમાં રહેતા મનિષ ઉર્ફે માનવ રાજકુમાર કારડાએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 27મી તારીખે રાત્રે બે વાગ્યે મારી તથા અન્ય બે ફોર વ્હિલર ગાડીઓ હિમાંશુ ઉર્ફે  હેરી લુધવાણી તથા વિવેક ઉર્ફે બન્ની મોહનભાઇ કેવલાણી. દીપક ઉર્ફે દીપુ, વરૂણ શર્મા તથા વિશાલ હોજરીએ જૂના ઝઘડાની અદાવતે આગ લગાવી સળગાવી દીધી હતી. તે અંગે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ ચાલુ છે. ગત 8મી તારીખે હું મારા ઘરે હતો. તે દરમિયાન મારા મોટા ભાઇ હિતેશના મોબાઇલ નંબર રોહિત ઉર્ફે બાબલો રામઅવતાર શર્માનો વોટ્સએપ કોલ આવતા મેં રિસિવ કર્યો હતો. તેણે ઉપરોક્ત ફરિયાદ પરત ખેંચી લેવા માટે વાતચીત કરવા લાગ્યો હતો. મેં ફોન પર વાત કરવાની ના પાડતા થોડીવારમાં તે મારા ઘરે મારા મિત્ર પ્રદિપ અનિલભાઇ ભાલીયા સાથે બાઇક પર આવ્યો હતો. રોહિત બાઇક પરથી નીચે ઉતરીને બૂમાબૂમ કરવા લાગ્યો હતો. તેણે ગાળો બોલી ધમકી આપી હતી કે,તે હિમાંશુ ઉર્ફે હેરી તથા વિવેક બન્ની સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તે આજે જ પરત લઇ લે. નહીંતર તારી ગાડી સળગાવી છે. તેવી રીતે તારું ઘર પણ સળગાવી દઇશ. તને તથા તારા પરિવારને જાનથી મારી નાખીશ. મેં પોલીસને બોલાવવાનું કહેતા તે જતો રહ્યો હતો.