મોડીરાતે સયાજીગંજમાં તલવાર અને કટારથી હુમલો : બે ને ઇજા

વડોદરા
,સયાજીગંજ વિસ્તારમાં મોડીરાતે મારામારી થતા તલવાર અને કટાર વડે હુમલો થયો હતો. આરોપીઓએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી. જે અંગે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
સયાજીગંજ કાલુમીંયાના ભઠ્ઠામાં રહેતા શ્રમજીવી પ્રેમજીભાઇ પુજાભાઇ વણકરે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે મારા દીકરા પ્રકાશને ભજીયાની લારીવાળા સંતોષભાઇના પુત્ર સાથે ઝઘડો થયો હતો. જેથી, તે પરત આવી ગયો હતો. થોડીવાર પછી સંતોષ જયસ્વાલ તથા તેની લારી પર કામ કરતો સુરેશ ,સાગર મારા ઘરે આવ્યા હતા. તેઓ મારા દીકરા સાથે ઝઘડો કરતા હોઇ હું તેઓને સમજાવવા ગયો હતો. સંતોષ જયસ્વાલે મારા ઘરની બહાર દીવાલ પર લટકાવેલી તલવાર લઇ આવી મારા પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી.
જ્યારે સામા પક્ષે સંતોષ જયસ્વાલે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મારા કારીગર પ્રકાશને સમજાવવા તેના ઘરે ગયો હતો. પ્રકાશ અને તેના પિતાએ મારી સાથે ઝઘડો કરી ગાળો બોલી કટાર વડે હુમલો કરી મને ગાલ પર ઇજા પહોંચાડી હતી.









