Gujarat

પતિએ છુટાછેડા આપી દેવાની ધમકી આપતા પરિણીતાએ દવા ગટગટાવી

By GS TEAM
17 Mar 20262 mins read
પતિએ છુટાછેડા આપી દેવાની ધમકી આપતા પરિણીતાએ દવા ગટગટાવી

- ગઢડા પોલીસ મથકમાં સાસુ અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

- પતિ અને સાસુએ પરિણીતા સાથે ઝઘડો કરી માર માર્યો હતો

ભાવનગર : ગઢડાના ચભાડિયા ગામે રહેતી પરિણીતાને પતિ અને સાસુએ છૂટાછેડા આપી દેવાની ધમકી આપતા પરિણીતાએ દવા ગટગટાવી લેતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.

ગઢડા તાલુકાના ચભાડિયા ગામે રહેતા જીજ્ઞાશાબેન રાજેશભાઈ વાઘેલાના પતિ રાજેશભાઈ વાઘેલ કેરી ગાડી લઈને બાજુમાં રહેતા પાડોશી કનુબેન તથા તેમની દીકરી દક્ષાબેનને દડવા ખાતે ભાડેથી મુકવા માટે જતા રહ્યા હતા અને પતિ રાજેશભાઈ કેરી ગાડીનું ભાડું કરી પરત આવ્યા ત્યારે પત્ની જીજ્ઞાશાબેનએ પતિને કહેલ કે, તમે કેરી ગાડી લઈને ભાડે જાવ છો તો જ્યાં જાઓ છો તે બાબતે કહેતા જતા હો તો તેવું કહેતા પતિ રાજેશ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને કહેલ કે તું મને પૂછ-પૂછ કરછ તે નથી ગમતુ તેમ કહી જીજ્ઞાશાબેનને ગાલ ઉપર એક ઝપટ ઝીંકી દીધી હતી. સાસુ જયાબેન લઘરાભાઈ વાઘેલા પતિનું ઉપરાણું લઈને જીજ્ઞાશાબેન સાથે ઝથડો કરવા લાગેલ અને અમારા પતિએ મને જણાવેલ કે હવે મારે તેને નથી જોઈતી તુ અહીંથી ઘરથી બહાર નીકળ અને મારે તને રાખવી નથી મારે તારી સાથે છુટાછેડા લેવા છે અને જો તું છૂટાછેડા નહીં આપે તો હું તને જાનથી મારી નાખવાની ધમકી આપતા જીજ્ઞાશાબેનએ આવેશમાં આવી જઈ  ઘરમાં પડેલ ઉઘરશ તથા ઉનવાની દવાની બોટલમાંથી અડપી અડધી બોટલ દવા પી લીધી હતી. જીજ્ઞાશાબેનને ગંભીર હાલતે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે જીજ્ઞાશાબેનએ પતિ અને સાસુ વિરૂધ્ધ ગઢડા પોલીસ મસ્તકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.