Wholsale HUB મોલના માલિકો સાથે કરોડોની ઠગાઈ: ZEN AGRIFOODSના માલિક સહિત 3 સામે ફરિયાદ

તા.17 માર્ચ,ગુરુવાર
અમદાવાદ: શહેરમાં શાકભાજીના વેપારમાં જાણીતું નામ
હોલસેલ હબ મોલ કંપનીના સંચાલકો સાથે ભાગીદારી કરવાના નામે ઝેન એગ્રીફૂડના માલિક
સહિત ત્રણ જણાએ ઠગાઈ કર્યાનો આક્ષેપ કરતી ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં
બુધવારે નોંધાઇ હતી.
ફરિયાદી પીનલબહેન પ્રજાપતિએ ફરિયાદમાં આરોપી
તરીકે ઝેન એગ્રીફૂડસના માલિક રશ્મિન મજીઠીયા અને ભુવનેશ્વર ચૈતન્ય ત્રિવેદી, મિતલ પ્રમોદ વૈદ્ય વિરુદ્ધ ઠગાઈ અને ધમકીઓ
આપવા અંગે ફરિયાદ કરી છે.
ફરિયાદમાં પીનલબહેને આક્ષેપ કર્યો છે કે, ત્રણે આરોપીઓએ ભેગા મળી ફરિયાદીની કંપની
હોલસેલ હબ ઉપર કબ્જો કરી ઝેન એગ્રીફૂડ કંપનીના નામે ધંધો શરૂ કરી પોતાના
રોજિંદા ગ્રાહકો
ફરિયાદીને પતિના નામે
માલ સામાન ખરીદી વર્ષો જુના ધંધાનો નાશ કર્યો હતો. તેમજ ભાગીદારીના ધંધા અંગે કરાર
કરવાનું કહેતા બહાનાબાજી કરી હતી.
આ ઉપરાંત પીનલબહેન અને તેમના પતિને ધંધાના
હિસાબો બતાવ્યા નહીં અને ધંધાના અલગ અલગ સ્ટોરના ડોક્યુમેન્ટ અને એગ્રીમેન્ટ
હોવાનું કહી વિશ્વાસમાં લીધા બાદ સહી કરાવી હતી. અલગ અલગ બેન્કમાંથી ધંધા માટે
લીધેલી લોનની અને વેપારીઓને ચુકવણી કરી ન હતી. ફરિયાદીને ઉઘરાણી ન કરવા ધમકી આપી
ચાકુ લઈને આરોપી મારવા દોડ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
વસ્ત્રાપુર પોલીસે કરોડો રૂપિયાની ઠગાઈ અંગેના આક્ષેપો અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પીનલબહેને ફરિયાદ કરેલા આક્ષેપ મુજબ આરોપી રશ્મિન, ભુવનેશ્વર અને મિત્તલે ભેગા મળી ફરિયાદીના પતિના નામે ખરીદ કરેલ માલની રૂ 1,67,65,050ની રકમ, બોલેરો ગાડીનું ભાડું રૂ. 1, 36,95,500ની રકમ તેમજ રૂ.2,60,02,583ની એસેટની રકમ ચૂકવવાનું કહી ચૂકવી ન હોવાનો આક્ષેપ કર્યો છે.




