Gujarat

29મીથી ભાવનગર-શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે

By GS TEAM
17 May 20261 min read
29મીથી ભાવનગર-શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે

મુસાફરોની માંગને ધ્યાને લઈ વધારાની રેલ સુવિધા શરૃ કરવા નિર્ણય 

ભાવનગર -  શ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળના મુસાફરો માટે વધુ એક વધારાની રેલ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છે. આગામી ૨૯મીથી ભાવનગરથી શકૂર બસ્તી વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે. આ રેલ સુવિધા ભાવનગરથી ૨૬ જૂન અને શકૂર બસ્તીથી ૨૭ જૂન સુધી ઉપલબ્ધ રહેશે.

ભાવનગરથી દર શુક્રવારે અને શકૂર બસ્તીથી દર  શનિવારે ટ્રેન દોડશે, બન્ને દિશામાં ૨૩ સ્ટેશન પર હોલ્ટ અપાયો

ભાવનગર ટર્મિનસથી શકૂર બસ્તી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન આગામી તા.૨૯-૫થી તા.૨૬-૬ સુધી દર શુક્રવારે બપોરે ૨-૨૦ કલાકે પ્રસ્થાન કરી બીજા દિવસે શનિવારે સવારે ૧૦-૫૫ કલાકે શકૂર બસ્તી પહોંચશે. તેવી જ રીતે શકૂર બસ્તીથી સાપ્તાહિક ટ્રેન તા.૩૦-૫થી તા.૨૭-૬ સુધી દર શનિવારે બપોરે ૧-૧૫ કલાકે ઉપડી બીજા દિવસે રવિવારે સવારે ૮-૫૦ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ વિશેષ ટ્રેન બન્ને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ, ગાંધીગ્રામ, ચાંદખેડા રોડ, મહેસાણા (જં), પાલનપુર (જં), આબુ રોડ, ફાલના, મારવાડ (જં), અમજેર (જં), કિશનગઢ, ફુલેરા, રીંગસ, નીમ કા થાના, નારનૌલ, રેવાડી (જં), ગુડગાંવ અને દિલ્હી કેન્ટ ખાતે હોલ્ટ કરશે. ટિકિટોનું બુકિંગ તા.૧૭-૫ને રવિવારથી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી શરૃ થશે તેમ વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું છે.