Gujarat

હવામાન વિભાગે કરી મોટી આગાહી, 13 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર, આગામી 3 કલાક ભારે

By GS TEAM
20 Aug 20252 mins read
TukuTouch Logo
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ આગાહી કરવામાં આવી છે. આજે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 13 જિલ્લામાં રેડ ઍલર્ટ અને 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવામાન વિભાગે કરી મોટી આગાહી, 13 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર, આગામી 3 કલાક ભારે

IMD Gujarat Forecast: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ આગાહી કરવામાં આવી છે. આજે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 13 જિલ્લામાં રેડ ઍલર્ટ અને 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

13 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર

હવામાન વિભાગે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર

આ ઉપરાંત, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભરુચ, તાપી અને ડાંગ સહિત 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે, તેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

17 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર

રાજ્યના અન્ય 17 જિલ્લાઓ જેમ કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરુચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં હળવા કે મધ્યમ વરસાદની સંભાવના છે.

સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા


હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને જરૂર ન હોય તો બહાર ન નીકળવાની સલાહ આપી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, તેથી તંત્રને પણ ઍલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.