Gujarat

વડોદરાના હરણી રોડ પર પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી વેડફાયું

By GS TEAM
22 Dec 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેરના હરણી મોટનાથ રોડ પર આજે સવારથી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણું સર્જાતા હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું હતું આ અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેશનને જાણ કરતા સમારકામ હાથ ધર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના હરણી રોડ પર પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી વેડફાયું

Vadodara Water Wastage : વડોદરા શહેરના હરણી મોટનાથ રોડ પર આજે સવારથી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણું સર્જાતા હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું હતું આ અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેશનને જાણ કરતા સમારકામ હાથ ધર્યું છે.

 વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ મોટનાથ રોડ પર આજે સવારે પાણીની રેલમછેલ જોવા મળી હતી. અહીં કલાકો સુધી પીવાનું પાણી ડ્રેનેજમાં વહ્યા કર્યું હતું. એક તરફ સ્થાનિક વિસ્તાર સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી અપૂરતું અને ઓછા પ્રેશરથી મળી રહ્યું છે ત્યારે બીજી તરફ આવી રીતે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ જતા પાલિકાનો બેજવાબદાર વહીવટ સપાટી પર આવ્યો છે. આ અંગે સ્થાનિક કક્ષાએ તપાસ કરતા શિયાળામાં ઠંડીના કારણે પાણીની લાઈનના જોઈન્ટમાં લગાડેલું લાખ ઓગળતા આ પાણી વહ્યું હોવાનું અનુમાન છે.