Gujarat

હીટવેવની અસર : વડોદરામાં સયાજી બાગના પશુ-પક્ષીઓના પાંજરાને કંતાન બાંધી પાણી છંટકાવ શરૂ

By GS TEAM
10 Mar 20261 min read
TukuTouch Logo
કમાટીબાગના પશુ-પક્ષીઓને ગરમીથી બચાવવાના ઇરાદે પિંજરાની ચારે બાજુએ કંતાન બાંધીને પાણીનો છંટકાવ શરૂ કરી દેવાયો

Summarized by AI; it may make mistakes. Check important info

હીટવેવની અસર : વડોદરામાં સયાજી બાગના પશુ-પક્ષીઓના પાંજરાને કંતાન બાંધી પાણી છંટકાવ શરૂ

Vadodara Kamati Baug : હજી તો ઉનાળાની મોસમનો પ્રારંભ થયો છે ત્યારે વડોદરામાં ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. ગઈકાલે ગરમીનો પારો 40 અંશ ડિગ્રીને પાર થઈ ગયો હતો. હજીય ગરમી વધવાની સીધી અસર પશુ પક્ષીઓ સહિત જનજીવન પર પડશે. પરિણામે કમાટીબાગના પશુ-પક્ષીઓને ગરમીથી બચાવવાના ઇરાદે પિંજરાની ચારે બાજુએ કંતાન બાંધીને પાણીનો છંટકાવ શરૂ કરી દેવાયો છે. 

ઉલ્લેખનીય છે કે હજી તો માર્ચ મહિનાનો પ્રારંભ થયો છે ત્યારે ગરમીનો પારો દિન પ્રતિદિન ઝડપભેર ઊંચે જઈ રહ્યો છે. તા.8મી માર્ચે શહેરમાં ગરમીનો મહત્તમ પારો 39.4 ડિગ્રીએ હતો પરંતુ ગઈકાલે તેમાં 1 ડિગ્રીનો વધારો થયો હતો. જેથી ગરમીનો પારો ગઈકાલે 40 અંશ ડિગ્રીને પાર થઈ ગયો હતો અને વધુમાં વધુ તાપમાન 40.4 ડિગ્રી નોંધાયુ હતું. આમ દિન પ્રતિ દિન ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે ત્યારે બપોરના સમયે રાજમાર્ગો સુમસામ જણાઈ રહ્યા છે. જ્યારે બીજી બાજુ આજે ગરમીનો પારો 41 ડિગ્રી થવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. 

પરિણામે સયાજી બાગ (કમાટી બાગ) ના પક્ષીઓ અને પશુઓને ત્રાહિમામ ગરમીથી બચાવવા પક્ષીઘર અને પશુઓના પાંજરા આસપાસ કંતાન બાંધીને ચારે બાજુએથી પાણીનો છંટકાવ કરીને પક્ષીઓ અને પશુઓને ગરમીથી રાહત અને ઠંડક પહોંચાડવાના ઇરાદે મૂક જીવોને રાહત આપવાનું શરૂ કરાયું હતું.