Get The App

વડોદરાના બે વિસ્તારોમાં બે દિવસ પાણીકાપ! એક લાખ નગરજનોને હાલાકી, પાણી સંગ્રહ કરવાની કરાઈ અપીલ

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના બે વિસ્તારોમાં બે દિવસ પાણીકાપ! એક લાખ નગરજનોને હાલાકી, પાણી સંગ્રહ કરવાની કરાઈ અપીલ 1 - image


Vadodara News: ઉનાળાની શરૂઆત થતાં જ વડોદરાવાસીઓને પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઈનોના જોડાણ અને રિપેરિંગની કામગીરીના કારણે શહેરની બે મુખ્ય ટાંકીઓ હેઠળ આવતા અંદાજિત 1 લાખ ઘરોમાં 2 દિવસ માટે પાણીકાપ જાહેર કરાયો છે. આ કામગીરીને પગલે 23 અને 24 માર્ચ દરમિયાન શહેરના બે વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે, જેના કારણે નાગરિકોને જરૂરી પાણી સંગ્રહ કરવાની અપીલ કરવામાં આવી છે.

કપુરાઈ અને ગાયત્રીનગરના લોકોને થશે અસર

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના છેવાડે કપુરાઈ ટાંકી ખાતેથી વિસ્તારમાં તા.23મીએ સાંજનું પાણી મળશે નહીં. તંત્ર દ્વારા હાલની ડિલિવરી પાણીની લાઈન સાથે જોડાણની કામગીરી કરવામાં આવશે. જેને લઈને આ વિસ્તારના 50 હજાર લોકોને ભરઉનાળે પાણી વિના તરસ્યા રહેવાનો વારો આવશે. જ્યારે બીજા દિવસે ઓછા દબાણથી ઓછો સમય પાણી મળશે.

મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખાની કપુરાઈ ટાંકી ખાતે હાલની 600 મીમી ડિલિવરી પાણીની લાઈન સાથે જોડાણની કામગીરી સોમવાર, તા.23મીએ કરવાની છે. જેથી આ ટાંકી વિસ્તારના લોકોને જે તે દિવસે તા.23મીએ સાંજનું પાણી મળશે નહીં અને બીજા દિવસે તા.24મીએ મંગળવારે સવારનું પાણી નિયત સમય કરતા મોડેથી અને ઓછા દબાણથી ઓછા સમય માટે અપાશે. એજ પ્રમાણે વડોદરા શહેરના ગાયત્રીનગર પાણીની ટાંકી ખાતે મુખ્ય ફીડર લાઈનમાં ફ્લો મીટર ફીટીંગની કામગીરી અંગે તા.23મીએ ઝોનના તમામ વિસ્તારમાં સાંજનું ઓછો સમય, ઓછા પ્રેશરથી અપાશે.

વડોદરા શહેરના ગાયત્રીનગર પાણીની ટાંકી ખાતે 450 મીમી વ્યાસની મુખ્ય લાઈનમાં ફ્લો મીટર મિટિંગની કામગીરી તા.23મીએ સવારના પાણી આપવાના સમય બાદ કરવામાં આવશે. જેથી ગાયત્રીનગર ટાંકીથી પાણી મેળવતા વિસ્તારોમાં તા.23 સાંજે તમામ ઝોનમાં પાણી મોડેથી અને ઓછા પ્રેશરથી, ઓછો સમય અપાશે જેથી પાણીનો સંગ્રહ કરી લેવા કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.