Get The App

વગર પરવાનગીએ ચાલતા પ્રેમચંદનગર, ચાંદલોડીયામાં પી.જી.ના ૩૨ એકમ સીલ કરાયા

ગોતાના વિરાટ એપાર્ટમેન્ટમાં ૩૨ મકાનમાં પી.જી.ઉપયોગ બંધ થયો

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
વગર પરવાનગીએ ચાલતા  પ્રેમચંદનગર, ચાંદલોડીયામાં પી.જી.ના ૩૨ એકમ સીલ કરાયા 1 - image

     

  અમદાવાદ,ગુરુવાર,19 ફેબ્રુ,2026

અમદાવાદમાં પ્રેમચંદનગર અને ચાંદલોડીયામા એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી પી.જી. તરીકે વગર પરવાનગીએ ચાલતા ૩૨ એકમ સીલ કર્યા છે. ગોતમાં આવેલા વિરાટ એપાર્ટમેન્ટમાં ૩૨ રહેણાંક મકાનમા નોટિસ અપાયા પછી પી.જી.તરીકે થતો ઉપયોગ બંધ થયો છે.

બોડકદેવ વોર્ડના પ્રેમચંદનગરમા વીસ ઉપરાંત ત્રાગડ વિસ્તારમાં  બાર એકમ પી.જી.તરીકે ઉપયોગમા લેવાતા હતા. આ તમામ એકમ સીલ કરવામા આવ્યા છે.આ ઉપરાંત ગોતામા પણ એક એકમ સીલ કરાયુ હોવાનુ એસ્ટેટ વિભાગના અધિકારીએ કહ્યુ છે.