Gujarat

વાઘોડિયારોડના બૂટલેગરે ફરીથી દારૃનો ધંધો શરૃ કર્યો

By GS TEAM
22 Jun 20261 min read
વાઘોડિયારોડના બૂટલેગરે ફરીથી દારૃનો ધંધો શરૃ કર્યો

વડોદરા,જિલ્લા અને શહેરમાં દારૃનો મોટાપાયે ધંધો કરતા બૂટલેગરના  પુત્રને પોલીસે દારૃ અને બિયરના જથ્થા સાથે ઝડપી પાડયો છે. જ્યારે બૂટલેગર પિતાની શોધખોળ ચાલુ છે.

પીસીબી  પોલીસે મળેલી માહિતીના આધારે  વાઘોડિયારોડ પરિવાર ચાર રસ્તા  પાસે પુનિતનગરમાં રહેતા સાગર ધોબીને દારૃની ૨૨ બોટલ સાથે ઝડપી પાડયો હતો. તેણે  પોલીસને જણાવ્યું  હતું કે, આ દારૃ મારા પિતા મુકેશ પુનમચંદ ધોબીએ મંગાવ્યો છે, પરંતુ, કોની પાસેથી મગાવ્યો છે. તેની મને જાણ નથી. પોલીસે તેની પાસેથી દારૃની ૨૨ બોટલ કિંમત રૃપિયા ૩,૪૨૩, રોકડા  તથા મોબાઇલ ફોન મળીને કુલ ૯,૨૨૩ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે મુકેશની શોધખોળ શરૃ કરી છે.



કિશનવાડીમાં દારૃ વેચતો આરોપી ઝડપાયો

 વડોદરા, 

અન્ય એક કેસમાં એલ.સી.બી. ઝોન - ૩ ની ટીમે કિશનવાડી સરકારી  સ્કૂલ પાસે સાંઇમાલા ફ્લેટમાં રહેતા અને દારૃનો ધંધો કરતા જયેશ કાલકાપ્રસાદ કહારને ઝડપી પાડયો  હતો.પોલીસે આરોપી પાસેથી  દારૃની ૧૦ બોટલ કિંમત રૃપિયા ૧૬,૭૫૮ ની કબજે કરી છે. આ દારૃ વાઘોડિયારોડના મધુસૂદન ભોઇએ આપ્યો હોવાનું  તેણે પોલીસને જણાવ્યું હતું.  પોલીસે તેની પાસેથી કુલ ૨૬,૭૫૮ નો મુદ્દામાલ કબજે  કર્યો છે.