Get The App

વાડી પોલીસે ચાર આરોપીઓને દારૃની ૩૮ બોટલ સાથે પકડયા

રણમુક્તેશ્વરરોડ, ચોખંડી નાની શાક માર્કેટ,બરાનપુરા અને ગાજરાવાડીમાં રેડ

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
વાડી પોલીસે ચાર આરોપીઓને દારૃની ૩૮ બોટલ સાથે પકડયા 1 - image

 વડોદરા,વાડી પોલીસ દ્વારા પ્રોહિબીશનની ડ્રાઇવ દરમિયાન ચાર આરોપીઓને દારૃની ૩૮ બોટલ સાથે ઝડપી પાડયા છે.

વાડી પોલીસે મળેલી માહિતીના આધારે રણમુક્તેશ્વર રામજી મંદિરની ચાલી પાસેથી દારૃની ૧૭ બોટલ સાથે સચીન  ગલાભાઇ રાઠોડ (રહે. રણમુક્તેશ્વર, રામજી મંદિરની ચાલી),ચોખંડી નાની શાક માર્કેટ પાસેથી  ૬ બોટલ સાથે અર્જુન રણજીતભાઇ વસાવા (રહે. વિઠ્ઠલવાડી, નાની શાક માર્કેટ પાસે), ગાજરાવાડી વચલા ફળિયામાંથી ૮ બોટલ સાથે અર્જુન અભેસિંહ ગોહિલ (રહે. ભારતવાડી, ડભોઇ  રોડ) તથા બરાનપુરા નૂતન બેન્ક પાસેથી દારૃની ૭ બોટલ સાથે આરોપી કમલેશ ઇશ્વરભાઇ ચુનારા (રહે. નાની શાક માર્કેટની પાછળ, ચોખંડી) ને ઝડપી પાડયા છે.