Gujarat

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં 8.25 લાખ મતદારોનો ધરખમ ઘટાડો, SIR ઈફેક્ટ

By GS TEAM
25 Mar 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અગાઉ વોર્ડ વાઈસ મતદાતાઓ જાહેર કરવામા આવ્યા છે. વર્ષ-2021માં યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની સરખામણીમાં વર્ષ-2026માં આઠ લાખ જેટલા મતદારોનો ધરખમ ઘટાડો થવા પામ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં 8.25 લાખ મતદારોનો ધરખમ ઘટાડો, SIR ઈફેક્ટ

AMC Voters News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અગાઉ વોર્ડ વાઈસ મતદાતાઓ જાહેર કરવામા આવ્યા છે. વર્ષ-2021માં યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની સરખામણીમાં વર્ષ-2026માં આઠ લાખ જેટલા મતદારોનો ધરખમ ઘટાડો થવા પામ્યો છે. 

અંદાજે પાંચ લાખ પુરુષ અને ત્રણ લાખ મહિલા મતદારો ગત ચૂંટણીની તુલનામાં ઘટી ગયા છે. શહેરમાંથી લોકોનુ વિદેશગમન ઉપરાંત કોરોના મહામારીના સમયમાં મોટી સંખ્યામાં શહેરમા થયેલા મોત તેમજ એકથી વધુ સ્થળે નામ ધરાવતા મતદારોના નામ સરની કામગીરી સમયે રદ કરી દેવામા આવ્યા હોવાથી મતદારોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો હોવાનુ માનવામા આવી રહયુ છે.


વર્ષ-2021માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી એ સમયે શહેરનો કુલ 480.88 ચોરસ કિલોમીટર વિસ્તાર અને 56.64 લાખની વસ્તી અંદાજવામા આવી હતી. ગત ચૂંટણીમાં શહેરના 48 વોર્ડમાં કુલ 2414256 પુરુષ અને 2210214 મહિલા મતદારો તેમજ 168 અન્ય મતદારો મળી કુલ 4624638 મતદાર હતા.વર્ષ-2026ની મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અગાઉ 23 માર્ચના રોજ જે વોર્ડ વાઈસ મતદાતાઓની યાદી જાહેર કરવામા આવી છે.

તે મુજબ શહેરમાં કુલ 1967179 પુરુષ તથા 1833136 મહિલા મતદાર તેમજ 192 અન્ય મળી કુલ 3800507 મતદાતાઓ છે. શહેરના કોટ વિસ્તાર ખાડીયા ઉપરાંત દરિયાપુર,જમાલપુર, શાહપુર જેવા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મતદારો અન્ય વોર્ડમાં રહેવા માટે જતા રહયા હોવાથી આ વખતે મતદાતાઓની ઘટેલી સંખ્યાની સાથે ખાસ કરીને કોટ વિસ્તારમા આવેલા વોર્ડમાં બેઠકો જીતવા માટે ભાજપ,કોંગ્રેસ કે પછી અન્ય રાજકીય પક્ષના ઉમેદવારોને ખૂબ પરસેવો પાડવો પડશે તે નકકી છે.