Get The App

કારના બોનેટ પર બેસી રિલ બનાવતા યુવકોનો વીડિયો વાયરલ થયો

Updated: Mar 4th, 2026

GS TEAM

Google News
Google News
કારના બોનેટ પર બેસી રિલ બનાવતા યુવકોનો વીડિયો વાયરલ થયો 1 - image

સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પર જોખમી સ્ટંટ

ચાલુ કારે મૂછો મરડી કાયદાના ધજાગરા ઉડાડતા ત્રણ શખ્સો   ઃ પોલીસનો ભય ઓસર્યો

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર શહેરમાં સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવાના ઘેલછામાં યુવકો કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકી રહ્યા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના નવા બનેલા રિવરફ્રન્ટ રોડ પર ત્રણ યુવકોએ ચાલુ કારના બોનેટ પર બેસીને જોખમી રીતે રિલ્સ બનાવી હતી.

વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એટીટયુડ વાળું બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂકીને યુવકો રનિંગ કાર પર બેસી મૂછો મરડી રહ્યા છે. આ જોખમી સ્ટંટ દરમિયાન રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો કે રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ સર્જાયું હતું. પોલીસનો સહેજ પણ ડર રાખ્યા વિના કાયદાનું ભાન ભૂલેલા આ યુવકોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. આ મામલે સુરેન્દ્રનગર પોલીસે વીડિયોના આધારે કારના નંબર અને યુવકોની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.