Gujarat

વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે

By GS TEAM
12 May 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરમાં ફરી એકવાર બેદરકાર અને જોખમી ડ્રાઇવિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના નટુભાઈ સર્કલથી ગોત્રી તરફ જતાં મુખ્ય માર્ગ પર કેટલાક લોકો જેસીબીમાં આગળના ભાગે બેસી જોખમી રીતે સવારી કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે

Vadodara : વડોદરા શહેરમાં ફરી એકવાર બેદરકાર અને જોખમી ડ્રાઇવિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના નટુભાઈ સર્કલથી ગોત્રી તરફ જતાં મુખ્ય માર્ગ પર કેટલાક લોકો જેસીબીમાં આગળના ભાગે બેસી જોખમી રીતે સવારી કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. 

વીડિયોમાં ટ્રાફિક નિયમોની ખુલ્લેઆમ અવગણના સાથે બેદરકારીપૂર્વક વાહન ચલાવવામાં આવી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ રસ્તો શહેરનો વ્યસ્ત માર્ગ ગણાય છે અને દિવસભર વાહન વ્યવહારથી ધમધમતો રહેતો હોય છે. આવી સ્થિતિમાં જો થોડું પણ સંતુલન બગડત તો ગંભીર અકસ્માત સર્જાઈ શકત અને નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મુકાઈ શકત. સ્થાનિકોમાં પણ ઘટનાને લઈને ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે શું પોલીસ તંત્ર આવા તત્વો સામે કાર્યવાહી કરશે? શહેરમાં વારંવાર સામે આવતી આવી ઘટનાઓ બાદ ટ્રાફિક પોલીસ વધુ સખત બને તેવી લોકો માંગ કરી રહ્યા છે. પ્રથમ દ્રષ્ટિએ આ બનાવવામાં મજૂર વર્ગના લોકોને લઈ જવામાં આવ્યા આવી રહ્યા છે. પરંતુ જે ઇજારદાર કે અન્ય સંસ્થા માટે તેઓ કામ કરી રહી છે તેઓ આ લોકો માટે ટ્રાન્સપોર્ટેશનની યોગ્ય વ્યવસ્થા કેમ કરતી નથી? તેઓ સવાલ નાગરિકોમાં ચર્ચાઈ રહ્યો છે.