Get The App

ઘરેલુ ગેસ આપવા VGL દ્વારા અરજી કરાવવા જણાવ્યું પરંતુ કનેક્શન ક્યારે મળશે? તેની સ્પષ્ટતા નહીં

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
ઘરેલુ ગેસ આપવા VGL દ્વારા અરજી કરાવવા જણાવ્યું પરંતુ કનેક્શન ક્યારે મળશે? તેની સ્પષ્ટતા નહીં 1 - image

Vadodara : પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા મુજબ તા.23 માર્ચ, 2026 તથા નિયામક અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગરના આદેશ મુજબ વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા પી.એન.જી. ઘરેલુ ગેસ કનેક્શન મેળવવા ઇચ્છુક ગ્રાહકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. પરંતુ મહત્વની બાબત તો એ છે કે, આ ઘરેલુ ગેસ કનેક્શન ક્યાં સુધી પૂરા પાડવામાં આવશે? તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વડોદરા ગેસ લિમિટેડનું પી.એન.જી. નેટવર્ક પહેલેથી જ ઉપલબ્ધ છે, તે વિસ્તારોમાં નવા કનેક્શન પ્રાથમિકતાના આધારે આપવામાં આવશે. નવું પી.એન.જી. ઘરેલુ કનેક્શન મેળવવા માટે ગ્રાહકો ઓનલાઈન અરજી કરવા માટે વડોદરા ગેસ લિમિટેડની સત્તાવાર વેબસાઇટ પર મુલાકાત લઈ શકે છે : https://www.vgl.co.in/about-us/new-connections/png-domestic-new-connection/

વૈકલ્પિક રીતે, ગ્રાહકો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ કચેરીઓ તથા ઝોનલ કચેરીઓ (વોર્ડ નં.06 સિવાય) ખાતે જઈને નવી નોંધણી માટેના ફોર્મ મેળવી શકે છે અને જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરી શકે છે. જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મિલ્કત માલિકનો કોર્પોરેશન પ્રોપર્ટી ટેક્સ રસીદ જરૂરી છે. વડોદરા ગેસ લિમિટેડની તમામ કચેરીઓ, દાંડિયા બજાર કચેરી તથા તમામ વોર્ડ અને ઝોનલ કચેરીઓ રજાના દિવસોમાં પણ સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.